VIDEO: દક્ષિણનું વેલી ઓફ ફ્લાવર બન્યું કેરલમનું મુન્નાર મુન્નારની વેલીમાં નિલકુરિંજીના ફૂલ ખીલી ઉઠ્યા
દક્ષિણનું વેલી ઓફ ફ્લાવર બન્યું કેરલમનું મુન્નાર
મુન્નારની વેલીમાં નિલકુરિંજીના ફૂલ ખીલી ઉઠ્યા
બાર વર્ષે નિલકુરિંજીમાં આવે છે જાંબલી-વાદળી ફૂલ
કેરળના મુન્નારના કોરાન્ડાકાડુના પહાડો અત્યારે નિલકુરિંજીના જાંબલી-વાદળી ફૂલોથી સજી ઉઠયા છે. લગભગ 12 વર્ષ બાદ નિલકુરિંજીના ફુલનો અદભૂત કુદરતી નજારાએ પ્રવાસીઓ અને પ્રકૃતિપ્રેમીઓને જોવા મળ્યો છે. 12 વર્ષમાં એક વાર થતા આ ફૂલ વર્ષ 2026માં મુન્નારના પહાડી વિસ્તારોમાં થવાની સંભાવના હતી. ત્યારે પહાડો પર નિલકુરિંજી ફૂલ ખીલી ઉઠતા પ્રવાસીઓમાં ખુશી વ્યાપી ગઇ છે. નિલકુરિંજી ફૂલ સામાન્ય રીતે પશ્વિમ ઘાટ વિસ્તારમાં થાય છે. ઘાસની ઉંચી ઉંચાઇવાળા વિસ્તાર અને પહાડી વિસ્તારમાં નિલકુરિંજી ફૂલ ખીલી ઉઠે છે. પહોડા પર ઘાસના મેદાનમાં ઊંટના શરીર જેમ ઉબળ ખાબળ અને આરોહ અવરોહવાળા આકારની ફ્લાવર વેલી ફૂલની સુંદરતાને વધારે આકર્ષક બનાવે છે. મુન્નારનું આ દ્રશ્ય જોઇને એવું લાગે છે કે તમે હિમાલયની વેલી ઓફ ફ્લાવરમાં આવી ગયા છો. નિલકુરિંજી ફૂલ જીણા અને નાના હોય છે. આ ફૂલ ગુલદસ્તાની જેમ એક સાથે અનેક ફૂલનો સમુહ છે. આ કારણે જમીન પર જાણે ગુદસ્તો પાથર્યો હોય તેવું લાગે છે. નિલકુરિંજી સામાન્ય રીતે ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિના સુધી હોય છે. આ કારણે ચોમાસાની સિઝનમાં મુન્નારના પહાડો પર ફૂલને જોવા માટે અસંખ્ય પ્રવાસીઓ આવે. આ સમયે પહાડી વિસ્તારમાં જાણે ઉત્સવ જોવો માહોલ હોય છે.
નિલકુરિંજી ફૂલની વિશેષતા એ છે કે આ ફૂલ ખિલ્યા બાદ તેનો છોડ સુકાઇ જાય છે. બાદમાં છોડમાંથી નવા કુંપણ ફૂટે છે અને અને નવીં કુંપણ નવા ફૂલ આપે છે. છોડ સુકાવાથી લઇને ફરી નવા ફૂલ આવવા સુધીનો સમયગાળો બાર વર્ષનો છે. આ રીતે બાર વર્ષે એક વાર છોડ પૂનઃજીવીત થાય છે અને ફુલ આપે છે. નિલકુરિંજી ફૂલનું મહત્વ માત્ર પ્રવાસન પૂરતું નથી. તે પશ્ચિમ ઘાટની લોકલ અને મહત્વપૂર્ણ વનસ્પતિ છે. આ ફૂલ ઊંચાઈવાળા ઘાસના મેદાનના પર્યાવરણમાં પરાગનયન કરનારા જંતુઓ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટા પ્રમાણમાં ખીલેલા ફૂલો મધમાખીઓને આકર્ષે છે અને તેના કારણે મળતું વિશિષ્ટ મધ ‘કુરિંજી મધ’ તરીકે ઓળખાય છે. સંશોધનોમાં નિલકુરિંજીના કેટલાક ઔષધીય અને ફાર્માકોલોજિકલ ગુણો પણ નોંધાયા છે. આમ હાલમાં મુન્નાર નિલકુરિંજીના ફૂલને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
------ બ્યુરો રિપોર્ટ, જીએસટીવી

