VIDEO: પુણેમાં 21000 પાણીપુરીથી બનાવાઈ ભગવાન ગણેશની મુર્તિ!
પુણેમાં ગણપતિ બાપ્પાની એક અનોખી મૂર્તિ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ મુર્તિને જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. શહેરના ફર્ગ્યુસન કોલેજ રોડ પર ગણેશ ભેળ દુકાનની બહાર 21 હજાર પાણીપુરીની પુરીઓમાંથી ગણપતિ બાપાની મુર્તિ બનાવવામાં આવી છે. આ મુર્તિ 13 ફૂટ ઊંચી અને 10 ફૂટ પહોળી છે. આ અનોખી મૂર્તિ કલાકાર પ્રશાંત સાળુંખે અને તેમની ટીમે તૈયાર કરવામાં આવી છે. ફર્ગ્યુસન કોલેજ રોડ રોડ પર આવેલી ગણેશ ભેળ છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ થીમ પર ગણપતિની મુર્તિ તૈયાર કરે છે. ગત વખતે નમકીન અને અમેરિકન પુરી જેવી થીમ પર ગણેશની મુર્તિ બનાવવામાં આવી હતી. આ વર્ષે પાણીપુરીને થીમ પર મુર્તિ બનાવવામાં આવી છે.
પાનીપુરીમાંથી ગણપતિ બનાવવાની પ્રક્રિયા લગભગ આઠ દિવસ ચાલી હતી. જેમા પ્રશાંત સાળુખે અને તેમની ટીમના 8 જેટલા લોકોએ સતત કામ કર્યું હતું. સૌ પહેલા આ મુર્તિને બાબુથી બનાવવમાં આની હતી. ત્યાર બાદ તેમા જાડા અને બરછટ કાગળનો ઉપયોગ કરીને તેને ગણપતિનો શેપ આપવામાં આવ્યો હતો. બાદમાં તેના ઉપર 21 હજાર જેટલી પાનીપુરી લગાડવામાં આવી હતી. આ કામગીરીમાં દરેક પુરીને ચોક્કસ જગ્યાએ ગોઠવવાની કળા અને ધીરજ પણ જરૂરી બની હતી. ગણપતિના શરીર, હાથ, મુખ, કાન અને અન્ય આકારોને ધ્યાનમાં રાખીને પુરીઓની ગોઠવણી કરવામાં આવી હતી.
સામાન્ય રીતે પાણીપુરી પર ભેજ લાગતાં નરમ થઈ જાય છે. થોડા સમયમાં તેની ગુણવત્તા બદલાઈ જાય છે. ગણેશોત્સવમાં આ મુર્તિ 10થી 12 દિવસ સુધી સુરક્ષિત રાખવાનું કામ પડકારજનક છે. માટે આ પાનીપુરીને સલામત રાખવા માટે પુરી પર ખાસ રસાયણીક પ્રકિયા કરવામાં આવી છે. જેથી તે લાંબા સમય સુધી રહી શકે છે. પાનીપુરીને લાંબો સમય સુધી રખવા માટે ખાસ કેમિકલ પ્રકિયા કરવામાં આવી છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે મૂર્તિમાં વપરાયેલી પુરીઓ માટે ખાસ બનાવટથી લોટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમા કેમિકલ ઉમેરીને લોટને એવી રીતે બનાવવામાં આવ્યો કે લાંબા સમય સુધી તે બગડી ન શકે. 10 દિવસના ગણેશ ઉત્સવ પછી આ પાનીપુરીનો યોગ્ય નિકાલ કરવાનું પ્લાનિંગ પણ આયોજકો દ્રારા કરવામાં આવ્યું છે. આ પાનીપુરીને ઓગ્રેનિક ફર્ટિલાઇઝરમાં કન્વર્ટ કરીને તેનો નિકાલ કરવામાં આવશે.
--- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

