VIDEO: સિક્કીમે નિભાવ્યો પાડોશી ધર્મ, સિક્કીમે નેપાળમાં મોકલી રાહત ટીમ
સિક્કીમે નિભાવ્યો પાડોશી ધર્મ
સિક્કીમે નેપાળમાં મોકલી રાહત ટીમ
ડોકટર-દવા અને કપડા સહિતનો સામાન મોકલ્યો
નેપાળમાં વિનાશક પૂર અને ભૂસ્ખલનથી સર્જાયેલી તબાહી બાદ હવે ભારતના સિક્કીમ રાજ્યએ પણ પાડોશી ધર્મ નિભાવ્યો છે. સિક્કીમે નેપાળ માટે વિશેષ રાહત અને સહાય મોકલી છે. સિક્કીમ સ્ટેન્ડ વીથ નેપાળના નામ હેઠળ સિક્કીમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગની આગેવાનીમાં રાજધાની ગોંગટોકથી કાઠમંડુ માટે રાહત સમગ્રી અને રેસ્કયુ ટીમ મોકલવવામાં આવી હતી. રાહત ટીમમાં સિક્કીમ સરકાર દ્રારા ડોક્ટરની ટીમ સહિત 35 લોકોને મોકલવામાં આવ્યા હતા. આ લોકો નેપાળની સ્થાનિક ટીમ સાથે રહીને રાહત અને બચાવનું કામ કરશે. ટીમ સાથે દવા, અનાજ, કપડા સહિતની વસ્તુનો સ્ટોક પણ મોકલવામાં આવ્યો હતો. ગોંગટોકમાં મુખ્યમંત્રી પ્રેમસિહ તમાંગે ટ્રક અને રેસ્કયુ ટીમને લીલી ઝંડી આપી હતી. સહાય રસ્તા માર્ગે નેપાળ મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નેપાળ અને સિક્કીમ પાડોસી છે. હાલમાં ભારત સરકાર નેપાળને મદદ કરી રહી છે પણ એક પાડોશી તરીકે અમારી ફરજ છે કે નેપાળના લોકો સાથે ઉભા રહેવું. નેપાળને અત્યારે જેની સૌથી વધારે જરુર છે તે વસ્તુ અમે મોકલી છે. એક ટીમ નેપાળ પહોંચ્યા બાદ અન્ય શું શું જરુરીયાત છે તે જાણીને વધારાની સહાય પણ મોકલીશું...
બાઇટ - પ્રેમસિંહ તમાંગ, મખ્યમંત્રી સિક્કીમ
સિક્કીમ અને નેપાળ ભૌગોલિક તેમજ સાંસ્કૃતિક રીતે એક બીજા સાથે ગાઢ સંકળાયેલા છે. નેપાળની પૂર્વ સરહદ સિક્કીમને મળે છે. નેપાળના આ મુશ્કેલ સમયમાં સિક્કીમના લોકોએ એકતા અને માનવતાનો સંદેશ આપ્યો છે. સિક્કીમ સરકારના આ રાહત અભિયાનને માત્ર સરકારી સહાય તરીકે નહીં, પરંતુ પાડોશી દેશના લોકો પ્રત્યેની માનવતાવાદી જવાબદારી અને ભાઈચારાના પ્રતિક તરીકે જોવામાં આવી રહ્યી છે. નોંધનીય છે કે નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પુરમાં 900થી વધારે લોકોના મોત થયા છે અને 4500 કરતા વધારે લોકો મિસિંગ છે. નેપાળમાં હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. લોકોને શોધવામાં અને સ્થિતિ રાબેતા મુજબ થવામાં હજુ કેટલો સમય લાગશે તે કહેવું મુશકેલ છે.
---- બ્યૂરો રિપોર્ટ - જીએસટીવી

