VIDEO: આસમના રંગપુરનું ભારત સરકાર તરફથી યુનેસ્કોમાં નોમિનેશન, અહોમ સામ્રાજ્યની રાજધાની હતું રંગપુર
આસમના રંગપુરનું ભારત સરકાર તરફથી યુનેસ્કોમાં નોમિનેશન
અહોમ સામ્રાજ્યની રાજધાની હતું રંગપુર
વિશાળ મહેલ અને અદભુત સિંચાઇ વ્યવસ્થા અહોમ સામ્રાજ્યની ઓળખ
યુનેસ્કે વલ્ડ હેરટેજ નોમિનેશન માટે ભારત તરફથી આસમના શિવસાગરમાં આવેલું ઐતિહાસિક રંગપુર સાઇટનું નામ નોમિનેટ કરવામાં આવ્યું છે. આસમના અહોમ સામ્રાજ્યની રાજધાની ગણાતું રંગપુર માત્ર પ્રાચીન મહેલો અને મંદિરોનું સ્થળ નથી, પરંતુ અહોમ રાજાઓની સુવ્યવસ્થિત શહેરી આયોજન, સ્થાપત્ય કળા, જળ વ્યવસ્થાપન અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું જીવંત ઉદાહરણ છે. લગભગ 600 વર્ષ સુધી આસામમાં શાસન કરનારા અહોમ સામ્રાજ્યે રંગપુરને પોતાની ભવ્ય રાજધાની તરીકે વિકસાવ્યું હતું... વર્ષ 1704માં સ્વર્ગદેવ રુદ્રસિંહના સમયમાં રંગપુરને રાજધાની તરીકે વિશેષ મહત્વ મળ્યું અને અહીં રાજમહેલો, ધાર્મિક સ્થળો, રસ્તાઓ, કિલ્લેબંધી તથા વિશાળ તળાવોનું આયોજન કરવામાં આવ્યું...રંગપુરની સૌથી મોટી વિશેષતાઓમાં અહીંના વિશાળ માનવસર્જિત તળાવો છે. રંગપુરના તળાવ જોયસાગર, શિવસાગર અને ગૌરીસાગર તળાવ માત્ર પાણી સંગ્રહ માટે જ નહીં પણ પરંતુ ધાર્મિક, ખેતી અને દૈનિક જીવનની જરૂરિયાતો સાથે જોડાયેલા હતા. આમ સમગ્ર વિસ્તાર જળ વ્યવસ્થામાં અહોમકાળની અદભૂત એન્જિનિયરિંગ ક્ષમતા દર્શાવે છે..
રંગપુરનું બીજું મહત્વનું આકર્ષણ છે તલાતલ ઘર. આ ભવ્ય મહેલ અહોમ શાસકોનું રાજકીય અને સૈન્ય કેન્દ્ર હતું. મહેલમાં જમીનની ઉપરના માળ ઉપરાંત ભૂગર્ભ માળની પણ રચના કરવામાં આવી હતી. મહેલની આસપાસ ખાઇ અને અન્ય રક્ષણાત્મક માળખાં પણ બનાવવામાં આવ્યા હતા. આ રીતે અહોમ રાજાનો મહેલ અનોખો હતો.
રંગપુરની સૌથી મહત્વની જગ્યા છે રંઘર. અહોમ રાજાઓ દ્વારા મનોરંજન અને વિવિધ રમતો તથા ઉત્સવો નિહાળવા માટે રંઘર બનાવવામાં આવ્યું હતું. રંઘર બે માળ છે. આ ઐતિહાસિક બાંધકામ એશિયાના પ્રાચીન એમ્ફિથિયેટરોમાંનું એક ગણાય છે... રંઘરની છત ઊંધી રાખેલી અહોમ નૌકા જેવી દેખાય છે. જે તેને અલગ ઓળખ આપે છે. રંઘરમાં રાજવી પરિવાર ભેંસોની લડાઈ, કુસ્તી અને અન્ય પરંપરાગત રમતો નિહાળતા હતા.
રંગપુર-શિવસાગર વિસ્તારના મંદિરો અને અન્ય ઐતિહાસિક સ્મારકો પણ અહોમકાળની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાના સાક્ષી છે... અહિના મહેલો, મંદિરો, તળાવો, રસ્તાઓ અને જળ વ્યવસ્થાન ઐતિહાસિક છે. આ આનોખી વિશેષતાને કારણે રંગપુરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ભારત સરકાર દ્રારા નોમિનેટ કરવામાં આવ્યું છે. સરકારના નોમિનેશન બાદ આ ઐતિહાસિક સ્થળની વૈશ્વિક ઓળખ વધુ મજબૂત બનવાની આશા સેવાઇ રહી છે... જો યુનેસ્કો તરફથી તેને માન્યતા મળશે તો રંગપુર આસામના સમૃદ્ધ અહોમ વારસાને વિશ્વના નકશા પર મુકશે.
------- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

