VIDEO: ખાંડ બાદ ડૂંગળીના ભાવમાં વધારો..!
ગુજરાત સાથે દેશભરમાં ડૂંગળીના ભાવ અસમાને પહોંચી ગયા છે. 20થી 25 રૂપિયા કીલો ડૂંગળીનો ભાવ હાલમાં 50 સુધી પહોંચી ગયો છે. આ ભાવ કાબુમાં લેવા અને લોકલ માર્કેટ સુધી ડૂંગળીનો પુરવઠો પુરો પાડવા માટે ભારત સરકાર દ્રારા કાંદા એક્સપ્રેસ શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના લાસલગાંવથી દિલ્હી માટે અંદાજે 850 મેટ્રિક ટન ડૂંગળી 21 વેગનની વિશેષ માલગાડી મારફતે મોકલવામાં આવ્યા હતી. ડૂંગળીને મરાઠીમાં કાંદા કહેવામાં આવે છે. આ કારણે ડૂંગળી લઇ જતી ટ્રેનને કાંદા એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. લાસલગાંવ દેશના સૌથી મોટા કાંદા બજારોમાંનું એક છે. અહીંથી દેશના વિવિધ રાજ્યોમાં કાંદાનો મોટાપાયે પુરવઠો અન્ય મોકલવામાં આવે છે. સામાન્ય રીતે કાંદાના પરિવહન મોટે ભાગે ટ્રક પર નિર્ભર હોય છે. પરંતુ લાંબા અંતર સુધી રોડ મારફતે કાંદા પહોંચાડવામાં સમય અને ખર્ચ બંને વધુ થાય છે. આવી સ્થિતિમાં રેલવે મારફતે મોટી માત્રામાં કાંદા એકસાથે મોકલવામાં આવે છે અને પરિવહન ઝડપી બને છે. સપ્લાય ચેઇનને પણ મજબૂતી બને છે.
લાસલગાંવથી દિલ્હી મોકલાયેલી આ કાંદા એક્સપ્રેસમાં 21 વેગનનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં આશરે 850 મેટ્રિક ટન કાંદાનો જથ્થો ભરવામાં આવ્યો છે. સરકારનો હેતુ માત્ર એક વખત કાંદા મોકલવાનો નથી, પરંતુ જરૂરિયાત પ્રમાણે આગામી દિવસોમાં પણ આવી વધુ માલગાડીઓ દોડાવીને દેશના એવા વિસ્તારોમાં કાંદાનો પુરવઠો પહોંચાડવાનો છે. જેથી માંગની સામે પુરવઠો જળવાઇ રહી છે.
--------- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

