Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : Drought in Maliya Hatiya Crop Dry and eat groundnut crop that has not rained for two months!

VIDEO: માળિયા હાટીનામાં દુષ્કાળનો કોપ બે મહિનાથી વરસાદ ન પડતા મગફળીનો પાક સુકાઈને ખાખ!

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

માળિયા હાટીનામાં દુષ્કાળનો કોપ

App Store

બે મહિનાથી વરસાદ ન પડતા મગફળીનો પાક સુકાઈને ખાખ!

જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં વિતેલા બે મહિનાથી મેઘરાજા ગાયબ થઈ જતાં સમગ્ર પંથકમાં ઘોર દુષ્કાળના ભણકારા વાગી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે મસમોટા ખર્ચે વાવેતર કર્યા બાદ હવે વરસાદ સતત ખેંચાઈ રહ્યો છે, જેના લીધે ધરતીપુત્રો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બિયારણ, ખાતર અને ખેડ પાછળ કરેલો જંગી ખર્ચ માથે પડવાની ભીતિ સેવાઈ રહી છે, જેને કારણે સ્થાનિક ખેડૂત આલમ ઊંડા આર્થિક સંકટમાં સપડાઈ છે. સતત અછતના કારણે વિસ્તારના કૂવા અને બોરવેલમાં પાણીના તળિયા ચિંતાજનક રીતે નીચા ઉતરી ગયા છે, જેનાથી સિંચાઈનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. પંથકના સ્થાનિક તળાવો તેમજ જળાશયો ખાલીખમ થઈ જતાં તેનાં તળિયાં દેખાવા લાગ્યા છે. પિયત માટે પાણી ઉપલબ્ધ ન હોવાના કારણે અનેક ખેતરોમાં લહેરાતો મગફળી સહિતનો મુખ્ય રોકડિયો પાક હવે સંપૂર્ણપણે સુકાવાની આરે પહોંચી ગયો છે.

ખેડૂતોની સરકારને આખરી માંગ

પાક નુકસાનીનું વળતર આપો, નહિતર કૃષિ ક્ષેત્ર ભાંગી પડશે!

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આકોદ્રા અને આંબેચા ગામના સરપંચ લખુભાઈ તથા ઉપસરપંચ નાગાજણ ભલગરીયા સહિતના કિસાન આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ જોરદાર રજૂઆત કરવામાં આવી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે જો ટૂંક સમયમાં વરસાદ નહીં પડે તો કૃષિ ક્ષેત્ર તારાજ થઈ જશે. પાક બચાવવાના તમામ માર્ગો બંધ થતાં હવે ખેડૂતો સંપૂર્ણપણે સરકારી વળતર અને મદદ પર આશ્રિત બન્યા છે. પીડિત ખેડૂતોએ સરકાર સમક્ષ માગ કરી છે કે માળિયા હાટીના તાલુકામાં થયેલા પાક નુકસાનીનો પ્રશાસન દ્વારા તાત્કાલિક સાચો સર્વે કરાવવામાં આવે. સર્વે બાદ નુકસાનીની આર્થિક સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે તેમજ સહકારી મંડળીઓમાંથી લીધેલું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, જેથી ખેડૂતોને કંગાળિયતમાંથી ઉગારી શકાય.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News