VIDEO: જમ્મુ-કશ્મિરમાં અખરોટની લણણીની શરુઆત, બૌધિક ડ્રાયફૂટ તરીકે અખરોટની ઓળખ
જમ્મુ-કશ્મિરમાં અખરોટની લણણીની શરુઆત
જમ્મુના કઠુઆમાં અખરોટની લણણીની શરુઆત
બૌધિક ડ્રાયફૂટ તરીકે અખરોટની ઓળખ
ડ્રાયફૂડના ઉત્પાદનમાં અવ્વલ જમ્મુ અને કશ્મિરમા બૌધિક ડ્રાયફૂડ અખરોટની લણણીની શરુ થઇ ગઇ છે. જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના બનીના પહાડી વિસ્તારોમાં સ્થાનિક ખેડૂતો અને તેમના પરિવારો દ્રારા અખરોટની લણણીનું શરુઆત કરવામાં આવી છે. પહાડો વચ્ચે આવેલા ખેતરો અને બગીચાઓમાં અખરોટના ઝાડ પર પાક તૈયાર થતાં ખેડૂતો તેની કાપણીમાં વ્યસ્ત બની ગયા છે. ખેડૂતો માટે આર્થિક ઉપાર્જનનું મહત્વનું સાધન અખરોટ કશ્મીરમાં તૈયાર થઇને દેશ અને વિદેશમાં પહોંચે છે. ચોમાસાના અંતમાં તૈયાર થયેલા પાકને દિવાળીની આસપાસ માર્કેટમાં વેચવામાં આવે છે. કઠુઆ અને આસપાસના વિસ્તારમાં ખેડૂતો અખરોટના ઝાડ પરથી અખરોટ ઉતારવાનું કામ કરી રહ્યા છે. આ ખેડૂતો ઝાડ પર ચડીને ગોળ આકારના બોર જેવા ફળને ડાળીમાંથી વિંઝીને તોડે છે. પરિવારના અન્ય સભ્ય ઝાડ પરથી પહેલા કાચા અને પાકા અખરોટને સાફ કરીને તૈયાર કરે છે. અખરોટને ઝાડ પરથી ઉતાર્યા બાદ તેને સાફ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને આઠ દિવસ સુધી તડકામાં સુકાવવામાં આવે છે જેથી ફળ બગડે નહીં. અને ત્યાર બાદ આ અખરોટને બજારમાં વેચવામાં આવે છે. બનીના ખેડૂત મદનલાલ સહિતના અનેક ખેડૂતો છેલ્લા 30 વર્ષથી અખરોટની ખેતી કરે છે. મદનલાલ પાસે 100થી વધારે ઝાડ છે. તેઓ મુખ્યત્વે હમદાન અને સુલેમાન જાતના અખરોટની ખેતી કરે છે. દર વર્ષે તોઓ 50 હજાર અખરોટનું ઉત્પાદન કરે છે.
મદનલાલની જેમ આદિલ પણ અખરોટની ખેતી કરે છે. આદિલ અને મદનલાલ જેવા ખેડૂતો વર્ષમાં એક વાર પાકતા અખરોટની લણણીની વાટ જોતા હોય છે. તેનાથી તેમની આખા વર્ષની આવકનો આધાર છે. આદિલ કહે છે, અખરોટની સાફ કર્યા બાદ સુકાવવામાં આવે છે. ત્યાર બાદ તેને માર્કેટમાં વેચાવામાં આવે છે.
આદિલ કહે છે અખરોટના ઝાડ નીચે ઊભા રહીને ઝાડ પર લાગેલા પાકને જુએ છે ત્યારે તેમને ખુશી અને ગર્વની લાગણી થાય છે. તેમના માટે આ માત્ર પાક નહીં, પરંતુ આખા વર્ષની મહેનતની કમાણી છે.... કઠુઆ અને તેની આસપાસના 3 હજારથી વધારે પરિવારો અખરોટની ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતો પોતાના ઘરની આસપાસ અને ખેતરમાં અખરોટના ઝાડનું વાવેતર કરે છે. આનાથી તેમને આજીવીકા પણ મળે છે અને આવકનું સાધન પણ બને છે. એક અખરોટના માર્કેટમાં ત્રણ જેટલા રૂપિયા ઉપજે છે. આ રીતે એક ઝાડ 12થી 15 હજાર સુધીની આવક આપે છે. કઠૂઆ ડિસ્ટ્રિક્ટ હોર્ટિકલ્ચર ઓફિસર મોહમ્મદ શકીલે કહે છે, આ વિસ્તારમાં અનેક પરિવાર અખરોટ પર નિર્ભર છે. તેઓ એક ઝાડમાંથી 15 હજાર રૂપિયા સુધી આવક મેળવે છે. અમે અખરોટની નવી જાત વિકસાવી રહ્યા છે જે હાલના કરતા પણ વધારે ઉત્પાદન આપશે.
કશ્મીરમાં ડ્રાયફૂડ અને બાગાયતનો વિસ્તાર વધતો જાય છે. ખેડૂતો હવે પરંપરાગત ખેતીને બદલે આધુનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે.
----- બ્યૂરો રિપોર્ટ, જીએસટીવી

