Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : ANDAR NI VAAT/Severe water crisis in five districts of Tamil Nadu as Vaigai Dam in South India empties

VIDEO: ANDAR NI VAAT/ દક્ષીણ ભારતનો વૈગઈ ડેમ ખાલી થતા તમિલનાડુના પાંચ જિલ્લામાં ગંભીર જળ સંકટ

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કેરળ-તમિલનાડુની સરહદ પર આવેલા ઇડુક્કીના કેચમેન્ટ એરિયા અને પશ્ચિમ ઘાટના વિસ્તારોમાં આ વર્ષે ચોમાસું અત્યંત નબળું રહેતા વૈગઈ ડેમનું જળસ્તર ચિંતાજનક રીતે નીચે ગયું છે. ડેમમાં પાણીની સપાટીમાં થયેલા ભારે ઘટાડાને કારણે તમિલનાડુના મદુરાઈ, થેની, ડિંડીગુલ, શિવગંગા અને રામનાથપુરમ જિલ્લાઓ ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યા છે. હાલમાં સામે આવેલા દ્રશ્યો ખૂબ જ હચમચાવી નાખનારા છે, જેમાં વિશાળ ડેમનું તળિયું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અને નહેર-સિંચાઈ પ્રણાલી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. વૈગઈ ડેમ પર આધારિત હજારો એકર જમીનમાં સિંચાઈ માટે પાણી ન મળતા વાવણીની પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, પાણીના અભાવે તેમની મહેનત અને મૂડી બંને જોખમમાં મુકાઈ છે, જેના કારણે તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા છે. તંત્ર દ્વારા હાલમાં માત્ર પીવાના પાણીના સંગ્રહને પ્રાથમિકતા આપીને ડેમમાંથી પાણી છોડવાનું મર્યાદિત કરી દેવાયું છે, જેથી ખેતી માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે. જો આગામી દિવસોમાં કેચમેન્ટ વિસ્તારોમાં સારા વરસાદની નોંધણી નહીં થાય, તો આ પાંચેય જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદન પર ઘાતક અસર પડશે અને સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ સેવાઈ રહી છે, જે લાખો લોકોની આજીવિકા માટે મોટો પડકાર છે.

App Store

વૈગઈ ડેમમાં પાણીના સ્તરની આ ગંભીર કટોકટીએ માત્ર ખેતી જ નહીં પરંતુ ગ્રામીણ અર્થતંત્રને પણ ઊંડો આર્થિક ફટકો આપ્યો છે. સિંચાઈના પાણીના અભાવે કૃષિ પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે અટકી જતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે, કારણ કે વાવણીનો સમય નીકળી રહ્યો છે. એકતરફ આકરો તાપ અને બીજી તરફ નહેરોમાં પાણીનો અભાવ, આ પરિસ્થિતિમાં સ્થાનિક ખેડૂતોમાં ભારે હતાશા અને અનિશ્ચિતતાનું વાતાવરણ છે. તમિલનાડુ અને કેરળના સીમાવર્તી જિલ્લાઓમાં સિંચાઈ પર નિર્ભર રહેતા નાના અને મધ્યમ ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે. વહીવટી તંત્ર દુષ્કાળ જેવી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યું છે, પરંતુ પાણીના કોઈ વૈકલ્પિક સ્ત્રોત ઉપલબ્ધ ન હોવાથી પ્રજાની મુશ્કેલીઓ વધી રહી છે. જો વરસાદમાં વિલંબ થશે તો ખેતીમાં થયેલું રોકાણ માટીમાં મળી જશે તેવી દહેશત ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. સરકાર હવે આકસ્મિક આયોજન કરવા મજબૂર બની છે, જેથી કરીને પીવાના પાણીની વ્યવસ્થા તો જળવાઈ રહે, પરંતુ ખેતીકામ માટેની સ્થિતિ અત્યંત ગંભીર છે. ખેડૂત સમુદાય હવે મેઘરાજાની કૃપા પર નિર્ભર છે, કારણ કે પાણી વગરના ખેતરો હવે ઉજ્જડ બની રહ્યા છે અને પ્રદેશમાં કૃષિ આધારિત ઉદ્યોગો પર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ જીએસટીવી