Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / GSTV ઓરિજિનલ / અંદરની વાત : A cataclysmic flood in Nepal, searching for life amidst mud debris in Trishuli!

VIDEO: નેપાળમાં પ્રલયકારી પૂર, ત્રિશુલીમાં કાદવના કાટમાળ વચ્ચે જિંદગીની શોધ!

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળમાં પ્રલયકારી પૂર

App Store

ત્રિશુલીમાં કાદવના કાટમાળ વચ્ચે જિંદગીની શોધ!

શિક્ષકોની સમયસૂચકતાએ બચાવ્યા ૧૬૦૦ જીવ!

શાળા તણાઈ ગઈ, પણ બાળકોનો આબાદ બચાવ!

નેપાળના નુવાકોટ અને રસૂવા જિલ્લાના ત્રિશુલી ક્ષેત્રમાં આવેલા ભયાનક આકસ્મિક પૂર અને ભૂસ્ખલને ભારે તારાજી સર્જી છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં અનેક મકાનો અને સરકારી ઇમારતો કાદવ-કીચડમાં આંશિક રીતે ગરકાવ થઈ ગઈ છે. પૂરના પાણી ઓસર્યા બાદ હવે પીડિતો વિનાશના કાટમાળ વચ્ચે પોતાના ઘર અને જીવનના અવશેષો શોધવા મજબૂર બન્યા છે. સમગ્ર વિસ્તારમાં ચારેય તરફ કાદવ અને કાટમાળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ભયાનક હોનારત વચ્ચે ત્રિશુલીની એક શાળામાંથી રાહતજનક અને પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. પૂરના પાણી શાળા તરફ ધસી આવ્યા અને આખી શાળા તણાઈ ગઈ તે પહેલાં જ શિક્ષકોની સૂઝબૂઝથી ૧૬૦૦ બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. શિક્ષકોની સમયસૂચકતાના કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો અને સેંકડો બાળકોના જીવ બચી ગયા હતા.

નેપાળ આર્મીનું રેસ્ક્યૂ ઓપરેશન

નેપાળમાં ફ્લેશ ફ્લડથી ભયાનક તારાજી!

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને નેપાળ આર્મી અને નેપાળ પોલીસ દ્વારા સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં વ્યાપક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. કાટમાળ હટાવવા અને કાદવમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે એક્સકેવેટર અને ફ્રન્ટ લોડર્સ જેવા ભારે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સેનાના જવાનો દુર્ગમ વિસ્તારોમાં પહોંચીને લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી રહ્યા છે. પૂરે સ્થાનિક માળખાકીય સુવિધાઓને મોટો ફટકો માર્યો છે, જેનાથી રસ્તાઓ અને સંપર્ક સેતુઓ ધ્વસ્ત થઈ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા પીડિતો માટે અસ્થાયી રાહત શિબિરો, પીવાનું સ્વચ્છ પાણી અને તબીબી સહાય પૂરી પાડવાની કામગીરી ઝડપથી ચલાવવામાં આવી રહી છે. કુદરતના આ પ્રકોપમાંથી બહાર આવવા માટે નેપાળના ત્રિશુલી અને રસૂવા ક્ષેત્રના લોકો હાલ ભારે સંઘર્ષ કરી રહ્યા છે.

બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

ટોપિક્સ:GSTV NewsGujarati News