Zubeen Gargની અંતિમ ફિલ્મ Roi Roi Binaleને જોવા માટે પડાપડી, થિયેટરમાંથી બાહુબલી-થામા ઉતારવી પડી

નિધન બાદ સ્વર્ગીય અભિનેતા-ગાયક Zubeen Gargની અંતિમ ફિલ્મ રોઇ રોઇ બિનલે થિયેટરમાં રિલીઝ થઇ છે.Zubeen Gargની ફિલ્મને કારણે બોલિવૂડ અને સાઉથની ફિલ્મો પર અસર પડી છે. આસામ અને દેશના 46 શહેરોમાં Zubeen Gargની ફિલ્મ રિલીઝ થતા ઉત્સવનો માહોલ છે. 19 સપ્ટેમ્બરે સિંગાપુરમાં Zubeen Gargના આકસ્મિક નિધન બાદ આ ફિલ્મ તેના પ્રશંસકો અને સંગીત પ્રેમીઓ માટે એક ભાવનાત્મક શ્રદ્ધાંજલિ બની ગઇ છે.
સવારે 4:45થી થિયેટરમાં શો
થિયેટરમાં સવારે 4:45 વાગ્યાથી લઇને મોડી રાત સુધી Zubeen Gargની ફિલ્મના શો ચાલી રહ્યા છે અને ટિકિટો એક અઠવાડિયા પહેલા જ વેચાઇ ગઇ છે. આસામની 91 સ્ક્રીન સહિત દેશભરમાં કુલ 92 સ્ક્રીન પર આ ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આસામમાં આગામી સાત દિવસ સુધી 585થી વધારે શો રોજના થઇ નક્કી છે.
અસમિયા થિયેટરનો અભૂતપૂર્વ રેકોર્ડ
Roi Roi Binaleએ પ્રથમ વખત અસમિયા ફિલ્મને દેશભરના મોટા શહેરો દિલ્હી, મુંબઇ, બેંગલુરૂ, પૂણે,જયપુર,દહેરાદૂન,કટક,ગોવામાં રિલીઝ કરવામાં આવી છે જ્યાં અસમિયા થિયેટરનું નામ પણ ઓછુ સાંભળવામાં આવે છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ એક નવુ ઉદાહરણ સ્થાપી રહી છે. ટિકિટોની આટલી ભારે માંગ પહેલા કોઇ અસમિયા કે હિન્દી ફિલ્મમાં જોવા મળી નથી. આ માત્ર એક ફિલ્મ Zubeen Gargના પ્રશંસકોની ભાવના વ્યક્ત કરી રહી છે.
ફિલ્મમાં Zubeen Garg એક આંધળા ગાયકની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં કુલ 11 ગાયન છે જેનું સંગીત ખુદ Zubeen Gargનું છે. ફિલ્મની વાર્તા એક કલાકારની મહેનત અને સમાજમાં તેના સબંધોને બતાવે છે.
Zubeen Gargનો અંતિમ પત્ર
રિલીઝ પહેલા Zubeen Gargનો ખુદ લખેલો પત્ર વાયરલ થયો હતો જેમાં તેને લખ્યુ, "થોભો,મારી નવી ફિલ્મ આવી રહી છે. જરૂર જોવા જજો, પ્રેમ, જુબીન દા." આ પત્ર તેની પત્ની ગરિમાની પોસ્ટ દ્વારા લાખો લોકો સુધી પહોંચ્યો હતો જેમાં તેને ઝુબીન પ્રત્યે પોતાની ભાવનાને પણ શેર કરી હતી.
Zubeen Gargના મોતનો વિવાદ
Zubeen Gargના મોતની ઘટના પર અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. Zubeen Gargના બેડમેન્ટ અને સહગાયકે આરોપ લગાવ્યો કે સિંગાપુરમાં Zubeen Gargને ઝેર આપવામાં આવ્યું હતું. પોલીસ તપાસ ચાલી રહી છે અને કેટલીક ધરપકડ થઇ છે જેમાં આયોજક,મેનેજર અને સિક્યુરિટી ઓફિસર્સ સામેલ છે.
શ્રદ્ધાંજલિ અને સુપરહિટ રિલીઝ
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જાહેરાત કરી હતી કે ફિલ્મની કમાણીનો ભાગ રાજ્ય સરકાર ટેક્સમાંથી માફ કરશે. Zubeen Gargની શબ યાત્રામાં લાખો લોકો જોડાયા હતા. Zubeen Gargનું ઘર તેના ફેન્સ માટે એક તીર્થસ્થળ બની ગયું છે. બેલટોલા કોલેજમાં ઓલ અસમ Zubeen Garg ફેન ક્લબે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું જેમાં ગરિમા અને જાણીતી હસ્તીઓ સામેલ થઇ હતી.

