'તે બેડરૂમમાં કપડા વગર બેઠો હતો અને...', જોશ ફિલ્મના એક્ટર પર મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ

'જોશ', 'તમન્ના', 'દસ્તક', 'ત્રિશક્તિ' અને 'ઈસકી ટોપી ઉસ્કે સર' જેવી ફિલ્મોથી પ્રખ્યાત થયેલા બોલિવૂડ એક્ટર શરદ કપૂર પર એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાએ એક્ટર પર તેની સાથે બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો આરોપ છે કે એક્ટરે પહેલા તેને ઓફિસના બહાને ઘરે બોલાવી અને પછી તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો. મહિલાએ આ મામલે એક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે, પોલીસે વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: EDના દરોડા બાદ રાજ કુંદ્રાનો ખુલાસો, કહ્યું- 'મારી પત્નીનું નામ...'
મહિલા ફેસબુક દ્વારા શરદના સંપર્કમાં આવી હતી
પીડિતાએ કહ્યું કે તે ફેસબુક દ્વારા શરદ કપૂરના સંપર્કમાં આવી હતી. તે શરદ કપૂર સાથે વાત કરી રહી છે તેની પુષ્ટિ કરવા તેણે એક્ટર સાથે વીડિયો કોલ પર વાત કરી. શરદે મહિલાને કહ્યું કે તે એક શૂટિંગના સંબંધમાં તેની સાથે વાત કરવા અને મળવા માંગે છે. આ પછી શરદે ફોન દ્વારા મહિલાને તેનું લોકેશન મોકલ્યું અને તેને ખારમાં તેની ઓફિસ આવવા કહ્યું. પરંતુ, જ્યારે મહિલા ત્યાં પહોંચી ત્યારે તેને ખબર પડી કે તે શરદની ઓફિસ નહીં પરંતુ તેનું ઘર છે.
ખોટું બોલીને મહિલાને ઘરે બોલાવી
મહિલાના કહેવા પ્રમાણે, તે ખારમાં સ્થિત બિલ્ડિંગના ત્રીજા માળે આવેલા ઘરે પહોંચી હતી. શરદ ત્યાં હાજર હતો. તે કિચનમાંથી બેડરૂમમાં ગયો. થોડીવાર પછી શરદે તેને પણ બેડરૂમમાં આવવા કહ્યું. જ્યારે મહિલા બેડરૂમના દરવાજા પાસે પહોંચી તો તેણે શરદને ત્યાં કપડા વગર બેઠેલો જોયો. આવી સ્થિતિમાં મહિલાએ અભિનેતાને કપડા પહેરીને વાત કરવા કહ્યું. શરદે તેને પાછળથી ખોટી રીતે પકડી હતી. જેના કારણે મહિલા શરદને ધક્કો મારીને ત્યાંથી ભાગી ગઈ હતી.
આ કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી
પીડિતા એક એક્ટ્રેસ અને પ્રોડ્યુસર છે, જેણે શરદ કપૂર વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી છે. ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 74, કલમ 79 અને કલમ 75 હેઠળ FIR નોંધવામાં આવી છે.

