Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Veteran actor of Tamil cinema passed away at age of 80

તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતાનું 80 વર્ષની ઉંમરે નિધન, 400થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2024
લાઇવ ટીવીGoogle News
તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેતાનું 80 વર્ષની ઉંમરે નિધન, 400થી વધુ ફિલ્મોમાં કર્યું હતું કામ

દિગ્ગજ તમિલ અભિનેતા દિલ્હી ગણેશનું 80 વર્ષની ઉંમરે નિધન થયું છે. ગણેશે 9 નવેમ્બરની રાત્રે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે અંતિમ શ્વાસ લીધા હતા. ગણેશના પરિવારે નિવેદનમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. ગણેશના પરિવારે જણાવ્યું હતું કે, 'અમને જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે અમારા પિતા શ્રી દિલ્હી ગણેશનું 9 નવેમ્બરે રાત્રે લગભગ 11 વાગ્યે નિધન થયું હતું.' તેમના પાર્થિવ દેહને ચેન્નાઈના રામાપુરમમાં રાખવામાં આવ્યો છે. અભિનેતાના અંતિમ સંસ્કાર 11 નવેમ્બરે દિલ્હીમાં કરવામાં આવશે. દિલ્હી ગણેશની અભિનય કારકિર્દી ચાર દાયકા સુધી ચાલી હતી અને તેમણે 400થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

App Store

આ પણ વાંચો: શૂટિંગ દરમિયાન સુનીલ શેટ્ટીને પાંસળીમાં થઈ હતી ઈજા, હવે અન્નાએ જણાવ્યું કેવી છે તેની હાલત

તમિલ સિનેમામાં તેમણે પ્રતિષ્ઠિત અભિનેતા તરીકે તેમનું સ્થાન મજબૂત કર્યું હતું. તેઓ વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવાની ક્ષમતા માટે જાણીતા હતા. પછી તે કોમેડિયન હોય, ખલનાયક હોય કે પછી સ્પોર્ટીંગ કેરેક્ટર હોય. તેમણે રજનીકાંત, કમલ હાસન અને તમિલ સિનેમાના અન્ય કેટલાક મહાન સ્ટાર્સ સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી છે. ગણેશે 1976માં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત પ્રખ્યાત નિર્દેશક કે. બાલાચંદર દ્વારા નિર્દેશિત ફિલ્મ 'પટ્ટિના પ્રવેશ' થી કરી હતી, જેમણે તેમને સ્ટેજ નામ 'દિલ્હી ગણેશ' આપ્યું હતું.

આ ફિલ્મોએ ઓળખ આપી

ગણેશે 1981માં 'ઈંગમ્મા મહારાણી'માં હીરોની ભૂમિકા ભજવી હતી, પરંતુ સહાયક અભિનેતા તરીકેના તેમના વ્યાપક કામે તેમના નામને ઘર-ઘર સુધી પહોંચાડ્યું હતું. તેમની સૌથી પ્રખ્યાત ફિલ્મોમાં 'સિંધુ ભૈરવી' (1985), 'નાયકન' (1987), 'માઈકલ મદના કામ રાજન' (1990), 'આહા..!'નો સમાવેશ થાય છે.

તમિલ સિનેમામાં દિલ્લી ગણેશના યોગદાનને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું હતું. તેમણે 'પાસી' (1979) માં તેમના અભિનય માટે 'તમિલનાડુ સ્ટેટ ફિલ્મ એવોર્ડ સ્પેશિયલ પ્રાઈઝ' જીત્યો હતો. વધુમાં, કળામાં તેમની શ્રેષ્ઠતાને માન્યતા આપવા માટે, તેમને 1994માં તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતા દ્વારા પ્રતિષ્ઠિત 'કલાઈમામણી' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમની કારકિર્દીના પછીના તબક્કામાં, ગણેશે ટેલિવિઝન અને ટૂંકી ફિલ્મોમાં પણ કામ કર્યું અને તેમની અલગ સ્ટાઇલથી દર્શકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું.