'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર'નું ત્રીજું ગીત 'આઝાદી' થયું રિલીઝ, ખૂબ જ સુંદર છે ગીતના બોલ

સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ 'હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર' 1લી મેના નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ સીરિઝના બે ગીત 'સકલ બન' અને 'તિલસ્મી બાહેં' ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. હવે ત્રીજું ગીત 'આઝાદી' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ભારતના ગુમનામ નાયકોને સમર્પિત છે - સ્વતંત્રતા સેનાની જેમણે દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું.
આ પણ વાંચોઃ 700 કારીગરોએ 7 મહિનામાં તૈયાર કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો સેટ, ભણસાલીએ ખર્ચ્યા કરોડો રૂપિયા
ઓરિજિનલ ક્રિએશન
સંજય લીલા ભણસાલી હંમેશની જેમ તેમની ગ્રાન્ડ સ્ટાઇલ, શાનદાર સેટ, શાનદાર કોસ્ચ્યુમ અને બેસ્ટ મ્યુઝિક સાથે-સાથે 'આઝાદી'ને એ. એમ. તુરાજના હૃદયસ્પર્શી ગીતોથી શણગાર્યું છે. આ ગીતને અર્ચના ગોર, પ્રગતિ જોશી, આરોહી, અદિતિ પોલ, તરન્નુમ અને અદિતિ પ્રભુદેસાઈએ ગાયું છે. ગીતમાં ઢોલ અને પખાવાજ જેવા પરંપરાગત સંગીતનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે પ્રખ્યાત ફિલ્મ નિર્માતાઓ દ્વારા બનાવવામાં આવેલી ઓરિજિનલ ક્રિએશન છે.
700 કારીગરોએ બનાવ્યો હતો સેટ
સંજય લીલા ભણસાલીની 'હીરામંડી' સીરિઝનો સેટ તેની ભવ્યતાને કારણે ચર્ચામાં છે. આ સેટ બનાવવા માટે 700 કારીગરોએ 210 દિવસ સુધી કામ કર્યું હતું. ખાસ વાત એ છે કે, આ વેબ સીરિઝનો સેટ લગભગ 3 એકરમાં ફેલાયેલો છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો સેટ છે. ફિલ્મ નિર્માતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 700 કારીગરોની ટીમે મુંબઈના ફિલ્મ સિટીમાં 60 હજાર લાકડાના પાટિયા અને મેટલ ફ્રેમ પર સેટ બનાવ્યો, જેમાં 7 મહિનાનો સમય લાગ્યો.
1લી મેના રોજ થશે રિલીઝ
આ ગીત એક મહાન કહાણી કહે છે. તેના પિક્ચરાઇઝએશન ઉપરાંત તેનો આકર્ષક દેખાવ અને તેનું સંગીત પણ દમદાર છે. આ સીરિઝનું સ્ક્રિનિંગ થોડા દિવસો પહેલા મુંબઈમાં રાખવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ અને ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલી સહિત બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ પહોંચ્યા હતા. આ સીરિઝ 1 મેના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ Netflix દ્વારા કરવામાં આવી છે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં સોનાક્ષી સિંહા, મનીષા કોઈરાલા, સંજિદા શેખ, અદિતિ રાવ હૈદરી, શેખર સુમન, અધ્યાયન સુમન અને ફરદીન ખાન સહિતના અનેક સ્ટાર્સ છે.

