VIDEO: દેવોલીના ભટ્ટાચાર્જી પર તૂટ્યો દુઃખનો પહાડ! માતા આસામ પૂરમાં ફસાઈ, નાનીનું ઘર ડૂબ્યું!
આસામમાં આવેલા પૂરે લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. આ તારાજીના દુઃખને સ્ટાર્સ પણ અનુભવી રહ્યા છે. આસામમાં ભણેલી-ગણેલી ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી પણ આ તારાજીથી ખૂબ જ પરેશાન છે. તાજેતરમાં ‘ગોપી વહૂ’ફેમ દેવોલીના ફેસબુક લાઈવ આવી હતી અને તેણે બતાવ્યું કે કેવી રીતે ત્યાં દિવસેને દિવસે હાલત ખરાબ થઈ રહી છે. તેણે જણાવ્યું કે તેના નાની-મામાનું ઘર તો તબાહ થઈ ગયું છે અને તેની માતા પણ ફસાયેલી છે. આ દરમિયાન તે પોતાના આંસુ રોકી શકી નહીં.
સોશિયલ મીડિયા પર એક્ટિવ દેવોલીના ભટ્ટાચાર્જીએ તાજેતરમાં આસામ પૂરને લઈને વાત કરી. તેણે ફેસબુક લાઈવ કર્યું અને કહ્યું કે તે ઘણા દિવસોથી આ બાબતે વાત કરવા ઈચ્છતી હતી, પરંતુ હિંમત કરી શકતી નહોતી. એક્ટ્રેસે જણાવ્યું કે તેની માતા હજુ પણ પૂર પ્રભાવિત નઝીરામાં ફસાયેલી છે, જ્યારે તેના નાની અને માસીનું ઘર સંપૂર્ણપણે પાણીમાં ડૂબીને તબાહ થઈ ચૂક્યું છે. વાત કરતી વખતે તે પોતાના આંસુ રોકી શકી નહીં. તેણે કહ્યું કે તેને પહેલાથી જ ખબર હતી કે આ મુદ્દા પર વાત કરતી વખતે તે પોતાને સંભાળી નહીં શકે.
આસામ પૂરમાં ફસાયેલી માતા
દેવોલીનાએ જણાવ્યું કે શિવસાગર અને નઝીરા તેના માટે માત્ર જગ્યાઓ નથી, પરંતુ તેની યાદોનો હિસ્સો છે. તેનો જન્મ અહીં થયો, અહીં જ તેનું શાળા અને કોલેજનો અભ્યાસ થયો. તેણે કહ્યું કે તેની માતા હજુ પણ નઝીરામાં હાજર છે અને તેમની સુરક્ષાને લઈને તે સતત ચિંતિત છે. જોકે તેણે રાહતની વાત એ બતાવી કે ભગવાનની કૃપાથી તેમનું જૂનું ઘર સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યું નથી.
એક્ટ્રેસે એ પણ જણાવ્યું કે તેના પરિવારના બાકીના સભ્યોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. તેણે કહ્યું કે તેના નાની અને માસીનું ઘર સંપૂર્ણપણે પૂરમાં ડૂબી ચૂક્યું છે. ભાવુક થઈને તેણે કહ્યું, ‘બધું જ ખતમ થઈ ગયું છે. કંઈ પણ બચ્યું નથી. વીડિયોમાં જેવું તમે જોઈ રહ્યા છો, ત્યાં કંઈ પણ બાકી નથી.’ દેવોલીનાએ કહ્યું કે હું ત્યાં જવા માગું છું, પરંતુ હું જઈ શકતી નથી. તેણે કહ્યું કે જો મારી પાસે બાળક ન હોત તો હું અહીં ન હોત. બાળકની જવાબદારીઓના કારણે હું જઈ શકતી નથી. તેણે જણાવ્યું કે તે મુંબઈથી જ મદદ કરી રહી છે.
દેવોલીનાને રોગચાળાનો ડર
દેવોલીનાએ પૂર પછીની સ્થિતિ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેણે કહ્યું કે પૂરમાં માત્ર માણસ જ નથી તણાયા પરંતુ મોટી સંખ્યામાં પ્રાણીઓ પણ છે. એવામાં ઈન્ફેક્શન ફેલાવાની મોટી આશંકા છે, જેનાથી રોગચાળાનો પણ ડર છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાહત સામગ્રીથી ભરેલા એક ટ્રકની તસવીર શેર કરી, જેને પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યો. સાથે જ તેણે લોકોને અપીલ કરી કે તેઓ પોતાની ક્ષમતા મુજબ અસમના લોકોની મદદ માટે આગળ આવે.
પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર
બીજી તરફ આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર બનેલી છે. પીટીઆઈ અનુસાર, રાજ્ય સરકારે સોમવારે આ વર્ષના પૂરથી સૌથી વધુ પ્રભાવિત 75,હજારથી વધુ પરિવારો માટે લગભગ 160 કરોડ રૂપિયાની પહેલી વચગાળાની રાહત રકમ જાહેર કરી. સૌથી વધુ નુકસાન વેઠનારા પરિવારોને 15-15 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે.

