Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Thama Teaser: A horror love story. Nawazuddin Siddiqui's terrifying avatar

Thama Teaser: ખૂન-ખરાબાથી ભરપૂર હોરર લવ સ્ટોરી, નવાઝુદ્દીન સિદ્દીકીનો ખૌફનાક અવતાર જાઈ ફેન્સ ચોંકી ગયા

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Maddockfilms

પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સ તેના હોરર-કોમેડી યુનિવર્સ માટે જાણીતું છે. ‘સ્ત્રી’, ‘સ્ત્રી 2’, અને ‘ભેડિયા’ જેવી ફિલ્મો બાદ હવે આ યુનિવર્સની આગામી ફિલ્મ ‘થામા’ આવી રહી છે, જેનું ટીઝર મેકર્સે રિલીઝ કરી દીધું છે. આમાં રોમાન્સની સાથે હોરર અને એક્શનનું અનોખું મિશ્રણ જોવા મળી રહ્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે.

App Store

1 મિનિટ 49 સેકન્ડના ટીઝરની શરૂઆત ગાઢ જંગલથી થાય છે, જ્યાં આયુષ્માન અને રશ્મિકા એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે છે, ‘રહી શકીશ મારા વિના? 100 વર્ષ સુધી?’ અને આના પર અભિનેત્રી જવાબ આપે છે, ‘100 વર્ષ શું, એક પળ માટે પણ નહીં.’ આ ડાયલોગ બાદ વાર્તા ભયાનક વળાંક લે છે.

ટીઝરના અંતમાં નવાઝુદ્દીન સિદ્દીકી ડરામણા લુકમાં જોવા મળે છે અને કહે છે, ‘પાછલા 75 વર્ષથી મેં કોઈ રોમાન્સ નથી જોયો... ચાલુ રાખો.’ આ ઝલકથી સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં રોમાન્સની સાથે હોરર, એક્શન અને થ્રિલનો જબરદસ્ત તડકો છે.

ફિલ્મનું નિર્દેશન આદિત્ય સરપોતદારે કર્યું છે. મેડોક ફિલ્મ્સે આને પોતાની પહેલી હોરર લવ સ્ટોરી ગણાવી છે. ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર શેર કરતાં તેઓએ લખ્યું, ‘ના ડર ક્યારેય આટલું શક્તિશાળી હતું, ના પ્યાર ક્યારેય આટલું ખૂની.’ ‘થામા’ દિવાળીની આસપાસ રિલીઝ થશે.