The Kerala Storyને લઈ FTIIમાં વિદ્યાર્થી સંગઠને કર્યો વિરોધ!

The Kerala Story ફિલ્મને લઈ અગાઉ પણ ઘણા વિવાદ વકરી ચૂક્યા છે. ફિલ્મના રીલીઝ વખતે પણ અમુક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. એવામાં ફરી એકવાર આ ફિલ્મ ચર્ચામાં આવી છે. 'The Kerala Story' ફિલ્મના ડાયરેક્ટર Sudeep Senને બેસ્ટ દિગ્દર્શકના નેશનલ એવોર્ડ સામે પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝિન ઈન્સ્ટિટયૂટ(FTII)માં પણ વિરોધ થયો છે. વિદ્યાર્થી સંગઠને આ એવોર્ડને નિરાશાજનક ગણાવ્યો છે. સંગઠને કહ્યું હતું કે, "આ ફિલ્મમાં કેરળની ખોટી છાપ ઉપજાવવામાં આવી છે. એક સમુદાયને બદનામ કરવાનો પ્રયાસ કરાયો છે. કોઈ પ્રચારાત્મક સામગ્રીને ઈનામ આપવાથી તે સત્ય બની નથી જતી."
અગાઉ પણ કરાયો હતો વિરોધ
ઉલ્લેખનીય છે કે, અગાઉ કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને પણ આ ફિલ્મને એવોર્ડ આપવાના નિર્ણય પર વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેરળને બદનામ કરવા માટે અને ધૃણા ફેલાવવા માટે જ આ ફિલ્મનું નિર્માણ કરાયું છે અને તેમાં એકદમ જુઠ્ઠાણાં દર્શાવાયાં છે. જેનાથી કેરળની ખોટી છાપ ઉભી થઈ રહી છે.

