Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : ‘Star is the only light that spreads not darkness’, President's advice to stars at National Film Awards

VIDEO: ‘સ્ટાર એ જ જે અજવાળું ફેલાવે અંધારું નહીં’, નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં રાષ્ટ્રપતિની સ્ટાર્સને સલાહ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ગુજરાતના કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નજીક 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards) સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સિનેમા જગતની હસ્તીઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં દેશભરના શ્રેષ્ઠ કલાકારો, નિર્દેશકો (ડિરેક્ટર્સ) અને ટેકનિશિયનોને મેડલ અને પુરસ્કારની રકમ (પ્રાઈઝ મની) આપવામાં આવી હતી. કાર્તિક આર્યનને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ અને મમ્મૂટીને ફિલ્મ ‘ભ્રમયુગમ’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. તો વળી, ફિલ્મ ‘Article 370’ માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલાકારોને એક ખૂબ જ ખાસ અપીલ કરી છે.

App Store

72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શું કહ્યું?

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે, "સફળ અને લોકપ્રિય કલાકારોમાં યુવાનો અને બાળકોને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય છે. જ્યારે કોઈ સ્ટાર લાઈફસ્ટાઈલની વાત કરે છે, ત્યારે દેશના કરોડો યુવાનો તેનું અનુકરણ કરે છે. તેથી તેમણે અપીલ કરી કે લોકપ્રિય કલાકારો આરોગ્ય માટે હાનિકારક વસ્તુઓની જાહેરાત બિલકુલ ન કરે." રાષ્ટ્રપતિએ ઉમેર્યું કે, "સ્ટાર એ જ છે, જે અજવાળું ફેલાવે, અંધારું નહીં." આ સાથે જ તેમણે કલાકારોને પોતાની ફેન ફોલોઈંગ અને સ્ટાર્ડમનો ઉપયોગ સમાજને સાચી અને હકારાત્મક (પોઝિટિવ) દિશા બતાવવા માટે કરવા કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે, "સિનેમા અને કળા ક્ષેત્ર માત્ર મુખ્ય કલાકારોથી નથી બનતું. ફિલ્મને બનાવવા પાછળ મોટી સંખ્યામાં મજૂરો, નાના કલાકારો, લાઈટમેન, સ્પોટબોય, મેકઅપ આર્ટિસ્ટ, કોસ્ચ્યુમ આસિસ્ટન્ટ અને અનેક સંઘર્ષ કરી રહેલા લોકો દિવસ-રાત મહેનત કરે છે. તેમણે ઈન્ડસ્ટ્રીના દિગ્ગજો અને મુખ્ય પ્રતિનિધિઓને અપીલ કરી કે તેઓ આ 'ક્રિએટિવ ઈકોનોમી'ની કરોડરજ્જુ કહેવાતા આ નાના કર્મચારીઓના અધિકારો, યોગ્ય ફી અને સામાજિક સુરક્ષાનું ધ્યાન રાખે. સેટ પર કામ કરતી દરેક વ્યક્તિને તેના યોગદાન માટે સન્માન અને ગરિમા મળવી જોઈએ, કારણ કે તેમની મહેનત વગર કોઈ પણ મોટો પ્રોજેક્ટ કે ફિલ્મ સફળ થઈ શકતી નથી."

ઈશારા-ઈશારામાં કોને આપી સલાહ?

વાસ્તવમાં રાષ્ટ્રપતિએ અપીલ કરી હતી કે લોકપ્રિય કલાકારો સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓની જાહેરાત બિલકુલ ન કરે. ઉલ્લેખનીય છે કે અજય દેવગન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ જે અવારનવાર ‘ઈલાયચી’ના નામે પાન મસાલા બ્રાન્ડ્સની જાહેરાતો કરતા જોવા મળે છે. એવામાં હવે રાષ્ટ્રપતિએ ઈશારા-ઈશારામાં આવી જાહેરાતો ન કરવાની વાત કહી છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ સ્ટાર્સને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News