TMKOC/ જૂની સોનુ ‘ ઝીલ મહેતા’ માંડશે પ્રભુતાના પગલા, બે રિતી રિવાજ અને પરંપરાઓ પ્રમાણે કરશે લગ્ન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોનુ ઉર્ફે ઝીલ મહેતા અને આદિત્ય છેલ્લાં ઘણાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. ઝીલ ગુજરાતી છે જ્યારે
આદિત્ય ઉત્તર ભારતનો બ્રાહ્મણ છે. આ વાતને ધ્યાનમાં રાખીને લગ્ન બે રીતરિવાજ અને પરંપરા અનુસાર થઈ શકે છે. આ ભવ્ય લગ્નમાં જોરદાર ડાન્સ કાર્યક્રમની પણ તૈયારી ચાલી
રહી છે. ઝીલ મહેતાએ જણાવ્યું કે તે અને આદિત્યના પરિવારજનો એકબીજાને લાંબા સમયથી ઓળખે છે, પરંતુ સંબંધોને લઈને ખચકાટ હતો.
ઝીલના માતા-પિતા ઇચ્છતા હતા કે, તેમની પુત્રી તેમના જ સમાજમાં લગ્ન કરે, પરંતુ પાછળથી તે સંમત થયા અને હવે આદિત્યને જમાઈ કરતાં પુત્ર તરીકે વધુ માને છે.
આ દરમિાયન ઝીલ મહેતાએ એવું પણ કહ્યું છે કે, ‘હું અને આદિત્ય કૉલેજના દિવસોથી ડેટ કરી રહ્યા હતા. ઝીલ મહેતા અને આદિત્યની સગાઈ વર્ષ 2023માં થઈ હતી.’ કારકિર્દી વિશે
વાત કરીએ તો ઝીલ મહેતા હવે મેકઅપ આર્ટિસ્ટ છે અને પોતાનો પાર્લર અને મેકઅપ ટ્યુટોરિયલ બિઝનેસ છે. તેણે ઘણાં વર્ષો પહેલા અભ્યાસના કારણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને
અલવિદા કહી દીધું હતું. તે લગભગ પાંચ વર્ષ સુધી આ શૉ સાથે જોડાયેલી હતી.

