સંજય લીલા ભણસાલીએ ખુદને શાપિત ગણાવતા, કહ્યું- ‘અમે ચાલમાં રહેતા, મારાં મમ્મી નાની જગ્યાઓ પર ડાન્સ કરતા હતા...’

સંજય લીલા ભણસાલી બોલિવૂડના મોટા દિગ્દર્શક છે. તેમનું બાળપણ પરેશાનીઓમાં વીત્યું હતું, આ વિશે તેઓ અગાઉ પણ ઘણી વખત વાત કરી ચૂક્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેમના બેરંગ જીવને સ્ક્રીન પર તેની ફિલ્મોમાં રંગ પૂર્યા છે. સંજયે યાદ કર્યું કે, તેની માતા નાની જગ્યામાં ડાન્સ કરતી હતી, હવે તેની હીરોઈન પાસે મોટા અને મોંઘા સેટ છે.
અપમાનિત થવાની જરૂર
એક વાતચીતમાં સંજય લીલા ભણસાલીએ કહ્યું કે, 'દરેક કલાકારને અપમાનિત થવું પડે છે. જો તમારી મજાક ઉડાવવામાં ન આવે, અથવા તમારી સાથે જે સાચું કે ખોટું થયું તેના વિશે તમે ગુસ્સે ન હો, તો તમે કેવી રીતે વ્યક્ત કરવું તે જાણતા નથી. તમારી પાસે કહેવા માટે કંઈ રહેશે નહીં. અભિવ્યક્તિ ગુસ્સામાંથી આવે છે. હું નસીબદાર છું કે હું દુઃખમાં જન્મ્યો છું. હું ભાગ્યશાળી છું કે હું 300 ચોરસ ફૂટની રંગહીન ચાલમાં જન્મ્યો છું. હું ભાગ્યશાળી છું કે, હું એવા પિતાના ઘરે જન્મ્યો જેણે અધૂરા સપનાં પાછળ છોડી દીધા. આનાથી મને કોઈપણ ફિલ્મ નિર્માતા કરતાં વધુ ધીરજ મળી.
હું શાપિત અને નસીબદાર છું
ભણસાલી આગળ કહે છે, 'તમારે સમજવું પડશે કે હું ખૂબ જ શાપિત અને નસીબદાર છું. મને ઘણો પ્રેમ મળ્યો અને નફરત પણ. હું ખૂબ સફળ છું અને નિષ્ફળ પણ. આ વિરોધાભાસ જ મને બનાવે છે. હું હંમેશા આવો જ રહીશ.
નાની જગ્યામાં મા નાચતી
ભણસાલીએ કહ્યું, મારી માતા એક ડાન્સર હતી જે નાની જગ્યામાં પર્ફોર્મ કરતી હતી કારણ કે, અમે એક ચાલમાં રહેતા હતા. તેનાથી વિપરિત, મારી હીરોઇનો મોંઘા સેટિંગમાં ડાન્સ કરે છે. મેં જે પણ આઘાતનો સામનો કર્યો તેનાથી મારા ફિલ્મ નિર્માણને સમૃદ્ધ બનાવ્યું. હું મારી જાતને સમજદાર વ્યક્તિ તરીકે જોઉં છું.

