Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Salman Khan corners well known businessman saying this

VIDEO / સલમાન ખાને જાણીતા બિઝનેસમેનની લીધી ક્લાસ, જૂની વાત યાદ કરી પૂછ્યું- 'આ ડબલ સ્ટાન્ડર્ડ...'

Timeછેલ્લું અપડેટ : 16 Nov 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO / સલમાન ખાને જાણીતા બિઝનેસમેનની લીધી ક્લાસ, જૂની વાત યાદ કરી પૂછ્યું- 'આ ડબલ સ્ટાન્ડર્ડ...'

શાર્ક ટેન્ક ઈન્ડિયાના જજ અને ભારત પેના કો-ફાઉન્ડર અશનીર ગ્રોવરની સલમાન ખાને ક્લાસ લીધી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે. આક્રમક અને ઉગ્ર એટિટ્યૂડ માટે જાણીતા અશનીર ગ્રોવરને સલમાન ખાને બિગ બોસ 18ના વિકએન્ડ કા વાર એપિસોડમાં બોલાવી પોતાના વિશે કરવામાં આવેલી વાત પર બરાબરનો ખખડાવ્યો છે.

App Store

આ પણ વાંચો: પલક તિવારીને ડેટ કરી રહ્યો છે ઈબ્રાહિમ અલી ખાન? બંનેએ એક જ જગ્યાએથી શેર કર્યા ફોટો

બિગ બોસ 18ની એપિસોડની વાયરલ ક્લિપમાં સલમાન ખાન અશનીરને કહી રહ્યો છે કે, 'મેને આપકો મેરે બારે મે કહેતે હુએ સુના હે કુછ. આપને કહા કી હમને તો ઈસકો ઈતને મે સાઈન કર દીયા. ઉસકા ફિગર ભી આપને ગલત દે દિયા. તો ફીર યે દોગલાપન ક્યા હે' (મેં તમને મારા વિશે વાત કરતાં સાંભળ્યા છે તમે કહી રહ્યા હતા કે, અમે તેને આટલા રૂપિયામાં સાઈન કર્યો છે, તેમાં તમે આંકડો પણ ખોટો આપ્યો છે, તો પછી આ ડબલ સ્ટાન્ડર્ડ શું છે?)

અશનીરે આપ્યો જવાબ

અશનીરે જવાબ આપ્યો કે, 'અમે તમને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા, તે મારો સચોટ નિર્ણય હતો.' જેનો જવાબ આપતાં સલમાન ખાન કહે છે કે, 'પરંતુ જે રીતે તમે હાલ વાત કરી રહ્યા  છો, તે એટીટ્યૂડ બરાબર છે, પણ તમે જ્યારે વીડિયોમાં બોલી રહ્યા હતા, તે સમયનો એટીટ્યૂડ અલગ હતો.'

અશનીરે સલમાન વિશે શું કહ્યું હતું?

અશનીરે ગત વર્ષે એક પોડકાસ્ટ પર સલમાન ખાન સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તે અભિનેતાને એક સ્પોન્સર્ડ શૂટ દરમિયાન મળ્યો હતો. જ્યારે સલમાનના મેનેજરે અશનીરને કહ્યું હતું કે સુપરસ્ટાર તેની સાથે ફોટા ક્લિક કરશે નહીં. અશનીરે કહ્યું, “અમે તેને સ્પોન્સર રાખ્યો હતો, તેથી હું તેને શૂટ માટે મળ્યો હતો. શૂટ પહેલાં કંપની વિશે માહિતી આપવા માટે તેને મળ્યો હતો. હું ત્રણ કલાક તેની સાથે બેઠો હતો, તેના મેનેજરે તેની સાથે ફોટો પડાવવાની મનાઈ કરી, તેણે કહ્યું, સરને ખરાબ લાગશે. મેં કહ્યું, નથી લેવો ફોટો મારે જા તુ... એવી કઈ હીરોપંતી કરે છે.'