Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Salman Khan celebrates Ganesh Chaturthi with parents

સલમાન ખાનની બહેનના ઘરે આવ્યા ગણપતિ બાપ્પા, પરિવારે ઉતારી આરતી; બાળકો સાથે પહોંચ્યા રિતેશ-જેનેલિયા

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Instagram.com/Salmankhan

સલમાન ખાનનો પરિવાર દર વર્ષે ગણપતિ બાપ્પાનું સ્વાગત કરે છે. સલમાનની બહેન અર્પિતા ખાનના મુંબઇના ઘરે ગણપતિની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તે ગણપતિ બાપ્પાને ઘરે લઇને આવ્યા હતા. સલમાન ખાને એક વીડિયો શેર કરીને તેની ઝલક બતાવી છે.

App Store

સલમાન ખાને ગણપતિ બાપ્પાની આરતી ઉતારી

વીડિયોમાં સલમાન ખાન ગણપતિ બાપ્પાની આરતી ઉતારતો જોવા મળે છે.સલમાનને બ્લેક શર્ટ અને બેજ ટ્રાઉજરમાં જોઇ શકાય છે. તે સિમ્પલ છે પણ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળે છે. સલમાનના પેરેન્ટ્સ સલીમ અને સલમા ખાન પણ આરતી કરતા જોવા મળ્યા હતા. સલમાનના બન્ને ભાઇ અરબાજ અને સોહેલ પણ સાથે હતા.

પત્ની જેનેલિયા સાથે પહોંચ્યા રિતેશ દેશમુખ

એક્ટર રિતેશ દેશમુખ અને જેનેલિયા ડીસુજા પણ પોતાના બાળકો સાથે પહોંચ્યા હતા.

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે સિકન્દરમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં સલમાન ખાન એક્શન અવતારમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં રશ્મિકા મંદાના લીડ રોલમાં હતી. કાજલ અગ્રવાલ પણ ફિલ્મમાં જોવા મળી હતી. હવે સલમાન ખાન બેટલ ઓફ ગલવાનની તૈયારીમાં લાગેલો છે. આ ફિલ્મને અપૂર્વ લાખિયા ડાયરેક્ટ કરી રહ્યાં છે.