VIDEO: રશ્મિકા મંદાના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ડૉક્ટર્સે આપી 6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ!
રશ્મિકા મંદાનાના ફેન્સ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રશ્મિકાને ગંભીર ઈજા થઈ છે. પોતાની આગામી ફિલ્મો 'માઇસા' (Mysaa) અને 'રાનાબાલી' (Ranabali)ના શૂટિંગ દરમિયાન રશ્મિકાને ભારે ઈજા પહોંચી છે. અહેવાલો અનુસાર, તેમને થાપાના ભાગે (Hip) ગંભીર ઈજા થઈ છે, જેના કારણે ડૉક્ટર્સે તેમને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. રશ્મિકાને આ ઈજા આ બંને પ્રોજેક્ટ્સના શૂટિંગ દરમિયાન ભારે એક્શન અને ડાન્સ સિક્વન્સ કરતી વખતે થઈ છે.
રશ્મિકા મંદાનાને કયા ઈજા થઈ છે?
રિપોર્ટ્સ અનુસાર, તેમના થાપાના ભાગનું ટેન્ડન (Tendon) સ્નાયુઓથી પૂરેપૂરું અલગ થઈ ગયું છે. ડૉક્ટર્સે આ સ્થિતિને ખૂબ જ ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે આવી ઈજા સામાન્ય રીતે એવા એથલીટ્સને થતી હોય છે જેઓ ખૂબ જ ભારે ફિઝિકલ ટ્રેનિંગ લેતા હોય છે.
રશ્મિકાને 6 અઠવાડિયા આરામ કરવાની આપાઈ સલાહ
ડૉક્ટર્સે આ સ્થિતિને અત્યંત ગંભીર ગણાવીને રશ્મિકાને આગામી 6 અઠવાડિયા સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ (Rest) લેવાની સલાહ આપી છે.
રશ્મિકાની ફિલ્મ 'રાનાબાલી'
તેમની આગામી ફિલ્મોમાંથી એક પાન-ઈન્ડિયા ફિલ્મ 'રાનાબાલી' છે. આ ફિલ્મનું નિર્દેશન રાહુલ સાંકૃત્યાયન કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા બ્રિટિશ શાસનકાળ દરમિયાન 1854 થી 1878 વચ્ચેના સમયગાળા પર આધારિત એક મહાન યોદ્ધાની છે, જે પોતાના લોકોના રક્ષણ માટે આગળ આવે છે. ફિલ્મમાં વિજય દેવરકોંડા અને રશ્મિકાના મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ માયથ્રી મુવી મેકર્સ અને ટી-સિરીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બરના રોજ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે.
જણાવી દઈએ કે વિજય અને રશ્મિકાની સાથે આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા બંને 'ગીતા ગોવિંદમ' અને 'ડિયર કૉમરેડ'માં સાથે કામ કરી ચૂક્યા છે. ફેન્સને આ જોડી ખૂબ જ પસંદ છે અને હવે ત્રીજી વાર તેમને સાથે જોવા માટે ઉત્સાહિત છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં બંનેના લગ્ન દરમિયાન ફેન્સને ગિફ્ટ આપતા આ ફિલ્મનું એક ગીત રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો હતો.
રશ્મિકાની બીજી ફિલ્મ 'માઇસા'
બીજી ફિલ્મ 'માઇસા'ની વાત કરીએ તો, તે એક પાન-ઈન્ડિયા પીરિયડ એક્શન થ્રિલર ફિલ્મ છે અને તેને રવિન્દ્ર પુલ્લે ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રશ્મિકાનો અત્યાર સુધીનો સૌથી અલગ અવતાર જોવા મળશે.

