VIDEO / રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લીધા ગણપતિ બાપ્પાના આશિર્વાદ, વાયરલ થયો એક્ટરનો નવો લુક
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવ્યો હતો. આ કપલે અંબાણીના ઘરે આયોજિત ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન રણવીરના નવા લુકે બધાનું ધ્યાન ખેંચ્યું. અભિનેતા તેના લાંબા વાળ અને દાઢી છોડીને ક્લીન શેવ અને શાર્પ લુકમાં જોવા મળ્યો હતો. હવે આ કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
રણવીર-દીપિકાએ બાપ્પાના દર્શન કર્યા
તમને જણાવી દઈએ કે પલ્લવ પાલિવાલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દીપિકા ગોલ્ડન કલરના એમ્બેલિશ્ડ કુર્તા અને બનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે રણવીર ક્લીન શેવ લુકમાં ખૂબ જ ડેસિંગ લાગી રહ્યો છે. અત્યાર સુધી તે તેની આગામી સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર'ને કારણે દાઢી અને લાંબા વાળમાં જોવા મળતો હતો. તેનો નવો લુક તરત જ વાયરલ થઈ ગયો હતો અને ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી.
આ કપલ ગણેશ ચતુર્થી ઉજવણી માટે અંબાણીના ઘરે પહોંચ્યું હતું. વીડિયોમાં, આ કપલે ગોલ્ડન આઉટફિટમાં ટ્વીનીંગ કર્યું છે. વીડિયોમાં, દીપિકાએ પહેલા પૂજા કરી અને ત્યારબાદ રણવીર સિંહે બાપ્પાના ચરણોમાં નમન કર્યું. જોકે, તેમની પુત્રી દુઆ આ કપલ સાથે નહતી જોવા મળી.
ફેન્સ દીપિકા-રણવીર પર પ્રેમ વરસાવી રહ્યા છે
દીપિકા અને રણવીરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ આ કપલ પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક ફેને લખ્યું, "દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે." બીજાએ લખ્યું, "તેમને ઘણા સમય પછી જોઈ રહ્યો છું. ફેવરિટ કપલ." ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઈમોજી પણ શેર કર્યા.
'ધુરંધર' નો ફર્સ્ટ લુક 'પરમ સુંદરી' સાથે રિલીઝ થશે
રણવીર સિંહની 'ધુરંધર' નો ફર્સ્ટ લુક ભારતના થિયેટરમાં ધૂમ મચાવશે. આ 2 મિનિટ 42 સેકન્ડનો કટ, CBFC દ્વારા U/A 16+ પ્રમાણિત, તાજેતરમાં ડિજિટલી લોન્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ફર્સ્ટ લુક 29 ઓગસ્ટે 'પરમ સુંદરી' સાથે થિયેટરમાં રિલીઝ થશે. નેશનલ એવોર્ડ વિનર આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 5 ડિસેમ્બર, 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ વર્ષની શરૂઆતમાં રણવીર સિંહના જન્મદિવસ પર રિલીઝ થયેલા આ ફર્સ્ટ લુકના ડિજિટલ ડેબ્યુ એ ઓનલાઈન ધમાલ મચાવી દીધી હતી. તેને યુટ્યુબ પર 5.3 કરોડ વખત જોવામાં આવ્યો અને છ દિવસમાં તેને બધા પ્લેટફોર્મ પર 20 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો હતો. આવતીકાલે તેના ફર્સ્ટ લુક સાથે ફિલ્મની હાઈપ પીક પર પહોંચવાની અપેક્ષા છે.

