Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ranbir's tune against Alia's insult, a big decision for Animal's upcoming franchise

આલિયાના અપમાન સામે રણબીરના સૂર, એનિમલની આગામી ફ્રેન્ચાઈઝી માટે કર્યો મોટો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2024
લાઇવ ટીવીGoogle News
આલિયાના અપમાન સામે રણબીરના સૂર, એનિમલની આગામી ફ્રેન્ચાઈઝી માટે કર્યો મોટો નિર્ણય

ટી સીરિઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે આલિયાએ નિર્માતા તરીકે બનાવેલી અને આલિયા દ્વારા જ અભિનિત 'જિગરા'ના બોગસ બોક્સ ઓફિસ ડેટા પ્રગટ કરાયાના આક્ષેપો કરી આલિયાનું અપમાન કર્યું હતું. આમ છતાં પણ રણબીર કપૂરે ભૂષણ કુમારની ફિલ્મ 'એનિમલ ફાર્મ' નહિ છોડવાનું નક્કી કર્યું છે. 

App Store

દિવ્યાએ સોશિયલ મીડિયા પર આક્ષેપો કર્યા ત્યારે અટકળો વ્યક્ત થઈ હતી કે રણબીર હવે દિવ્યાના પતિની ફિલ્મ છોડી શકે છે. પરંતુ, હવે ભૂષણ કુમારે કન્ફર્મ કર્યું છે કે રણબીર 'એનિમલ પાક'ર્નું શૂટિંગ શરુ કરવાનો છે. આ ફિલ્મ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની સુપરહિટ ફિલ્મ 'એનિમલ'ની સીકવલ છે. તે રણબીરની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંની એક ગણાય છે અને તેટલા ખાતર જ રણબીરે એક સુપરહિટ ફિલ્મની ફ્રેન્ચાઈઝી નહીં છોડવાનું નક્કી કર્યું હોવાનું મનાય છે. દેખીતી રીતે જ રણબીર અને આલિયાએ માનઅપમાન વિસારે પાડીને કમર્શિઅલ ગણતરીને કેન્દ્રસ્થાને રાખી છે. બીજી તરફ ભૂષણ કુમારે પણ આ વાતને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવવાને બદલે સફળ પ્રોજેક્ટની  સીકવલમાં આગળ વધવાનું નક્કી કર્યું છે.