રણબીર કપૂરની 'ધૂમ-4' મુશ્કેલીમાં મૂકાઈ, અયાન મુખર્જીએ ફિલ્મ છોડી

બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર અયાન મુખર્જીએ 'ધૂમ-4'નું દિગ્દર્શન કરવાનું માંડી વાળ્યું છે. કહેવાઈ રહ્યું છે કે 'વોર-2'ની નિષ્ફળતા પછી તેને સમજાઈ ગયું છે કે લાર્જ સ્કેલ એક્શન જોનર તેના હાથની વાત નથી. તેને બદલે તે ફક્ત રોમાન્સ અને ઈન્ટેન્સ ડ્રામા જ બનાવી શકે તેમ છે.
અયાને તાજેતરમાં તેનાં ફોરેન વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ પોસ્ટમાં તેણે તેની કેપ્શન દ્વારા 'બ્રહ્માસ્ત્ર ટુ'નું કામ શરુ કરી રહ્યો હોવાનો સંકેત પણ આપ્યો છે. આ તસવીરોમાં એક સ્ક્રિપ્ટ પણ દેખાય છે તેનો મતલબ એવો થઈ રહ્યો છે કે આ હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે. ચર્ચા અનુસાર અયાનને 'વોર-2'માં દિગ્દર્શક તરીકે સંપૂર્ણ આઝાદી મળી ન હતી. આથી તે હવે યશરાજ બેનર સાથે કોઈ મોટાં બજેટની ફિલ્મ કરવા માગતો નથી. આથી તેણે 'ધૂમ-4' છોડી દીધી છે.
અયાન મુખર્જી હવે 'બ્રહ્માસ્ત્ર પાર્ટ-2' ની તૈયારીમાં લાગ્યો
'ધૂમ 4' થી દૂર થયા પછી, અયાન મુખર્જી હવે રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ-2'ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ જોવા મળશે. તાજેતરમાં જ અયાન મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે હિમાલયમાં આનંદ માણતો જોવા મળે છે. કેપ્શનમાં, તેણે 'બ્રહ્માસ્ત્ર પાર્ટ-2'નો સંકેત આપ્યો છે.

