રામ ચરણને જન્મદિવસ પર મળી ખાસ સરપ્રાઈઝ, ગેમ ચેન્જરનું પહેલું ગીત ‘જરગંડી’ રિલીઝ થયું

રામ ચરણ 27મી માર્ચ એટલે કે આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. સાઉથ સુપરસ્ટારે પોતાના ખાસ દિવસની શરૂઆત તેની પત્ની ઉપાસના અને પુત્રી સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરીને કરી હતી. સોશિયલ મીડિયા પર, ચાહકો તેમના પ્રિય સ્ટારને તેના જન્મદિવસ પર ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
અલ્લુ અર્જુનથી લઈને કિયારા અડવાણી સુધીના સ્ટાર્સે રામ ચરણને તેમના ખાસ દિવસે શુભેચ્છા પાઠવી હતી. જોકે, આ દરમિયાન ‘ગેમ ચેન્જર’ના નિર્માતાઓએ રામ ચરણને એક ખાસ સરપ્રાઈઝ આપ્યું હતું. જન્મદિવસ પર રામ ચરણ અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું પહેલું ગીત ‘જરગંડી’ રિલીઝ થયું હતું, જેણે રિલીઝ થતાં જ યુટ્યુબ પર ધૂમ મચાવી દીધી છે.
રામ ચરણ અને કિયારા અડવાણી તેમની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. તેલુગુ પોલિટિકલ ડ્રામા ફિલ્મ ‘ગેમ ચેન્જર’નું પહેલું ગીત રામ ચરણના જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ‘જરગંડી’ ગીતમાં કિયારા અડવાણી અને રામ ચરણના ડાન્સ મૂવ્સ જોઈને તમે પણ તમારી જગ્યાએ ઉભા રહીને ડાન્સ કરવા લાગશો.
‘ગેમ ચેન્જર’ ગીતનું સંગીત ખૂબ જ વિસ્ફોટક છે. ગીતમાં કિયારા અડવાણી અને રામ ચરણ વચ્ચેની કેમેસ્ટ્રી સ્પષ્ટપણે જોવા મળે છે. ગીતનું લીરીક્સ કુમાર દ્વારા લખવામાં આવ્યું છે અને દલેર મહેંદી અને સાહિત્ય ચગંતિએ આ અદ્ભુત ગીતને પોતાનો અવાજ આપ્યો છે.
જરગંડી ગીત યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે
રામ ચરણ અને કિયારા અડવાણીના નવા ગીત ‘જરગંડી’એ યુટ્યુબ પર આવતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. હિન્દીમાં આ ગીતને માત્ર થોડા જ કલાકોમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, તેલુગુમાં આ ગીતને ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ગીતને યુટ્યુબ પર રિલીઝ થતાની સાથે જ 20 લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.
ફેન્સ કોમેન્ટ બોક્સમાં રામ ચરણ અને કિયારા અડવાણીના વખાણ કરતા થાકતા નથી. રામ ચરણ અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘ગેમ ચેન્જર’ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

