અભિનેત્રી અયોધ્યામાં : પ્રિયંકા ચોપરાએ પતિ અને પુત્રી સાથે રામલલ્લાના કર્યા દર્શન

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા બુધવારે પતિ નિક જોનસ અને પુત્રી સાથે રામલલ્લાના મંદિરમાં દર્શનાર્થે પહોંચી હતી. જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેમાં પ્રિયંકા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી, જ્યારે નિક જોનસ સફેદ રંગના કુર્તામાં જોવા મળ્યો હતો.
રામની નગરીમાં પહોંચેલી પ્રિયંકા અને તેના પરિવારનું રામ નામના 'ગમછા' સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. એકટ્રેસે રામલલ્લાના દર્શન કર્યા બાદ કહ્યું કે,'ભગવાનના દર્શન કરવા એ મારા જીવનનું સૌભાગ્ય છે'.
પ્રિયંકાની માતા પણ અયોધ્યામા તેમની સાથે જોવા મળ્યા હતા. સમગ્ર પરિવાર પરંપરાગત અવતારમાં જોવા મળ્યા હતા. માતા મધુ પણ લાલ રંગની સાડીમાં જોવા મળ્યા હતા. આ સિવાય માલતી પણ ટ્રેડિશનલ અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
પ્રિયંકાના વાયરલ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે- 'ભક્તિમાં જ શક્તિ છે.' કેટલાક લોકો હાર્ટ ઇમોજીસ પોસ્ટ કરી રહ્યા છે. પ્રિયંકાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા હોલીવુડના ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે પરંતુ બોલિવૂડની વાત કરીએ તો તે છેલ્લે ‘ધ સ્કાય ઈઝ પિંક’માં જોવા મળી હતી.

