Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Muslim producer's dream project! Due to this the film Ramayana could not be made even though the star cast was decided

મુસ્લિમ પ્રોડ્યુસરનો હતો ડ્રીમ પ્રોજેક્ટ! સ્ટારકાસ્ટ નક્કી હોવા છતાં આ કારણે ન બની શકી ફિલ્મ રામાયણ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
મુસ્લિમ પ્રોડ્યુસરનો હતો ડ્રીમ પ્રોજેક્ટ! સ્ટારકાસ્ટ નક્કી હોવા છતાં આ કારણે ન બની શકી ફિલ્મ રામાયણ
સોર્સ : gstv

નિતેશ તિવારીની ‘રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળવાના છે અને આ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ છે. પરંતુ શું તમે જાણો છો કે લગભગ 15 વર્ષ પહેલાં પણ બોલિવૂડમાં ‘રામાયણ’ પર એક ભવ્ય ફિલ્મ બનવાની હતી? એ ફિલ્મમાં ઋતિક રોશનને રામ અને અમિતાભ બચ્ચનને રાજા દશરથનો રોલ નિભાવવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ હતી કે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મુસ્લિમ પ્રોડ્યુસર અને ડિરેક્ટર બનાવી રહ્યા હતા. ફિલ્મની જાહેરાત બાદ તેની સ્ટારકાસ્ટે ઘણી ચર્ચા જગાવી હતી, પરંતુ કરોડો રૂપિયાના બજેટવાળો આ ડ્રીમ પ્રોજેક્ટ ક્યારેય ફ્લોર પર ન પહોંચી શક્યો. આખરે એવું તે શું કારણ હતું કે મોટા કલાકારોથી સજેલી આ ‘રામાયણ’ વચ્ચેથી જ બંધ થઈ ગઈ? તેની કહાની આજે પણ ખૂબ રસપ્રદ માનવામાં આવે છે.

App Store

વર્ષ 2008માં દિગ્ગજ ફિલ્મમેકર અને એક્ટર સંજય ખાને ‘રામાયણ’ પર આધારિત એક લાઈવ-એક્શન ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ ‘ધ લીજેન્ડ ઓફ રામા’ નામે બનવાની હતી. સંજય ખાને આ પહેલાં ‘જય હનુમાન’, ‘જય મહાભારત’ અને ‘ધ સ્વોર્ડ ઓફ ટીપૂ સુલતાન’ જેવી સફળ માયથોલોજિકલ અને ઐતિહાસિક ટીવી સિરીઝ બનાવી હતી. આ ફિલ્મનું બજેટ લગભગ 50 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યું હતું.

સંજય ખાનની ફિલ્મનું કાસ્ટિંગ થઈ ચૂક્યું હતું

આ ફિલ્મમાં ઋતિક રોશનને ‘ભગવાન રામ’, ઝાયદ ખાનને ‘લક્ષ્મણ’ અને અમિતાભ બચ્ચનને ‘રાજા દશરથ’ ના રોલ માટે પસંદ કરવામાં આવ્યા હતા. એ સમયે ઝાયદ ખાને એક ઈન્ટરવ્યુમાં આ પ્રોજેક્ટની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે તેમના પિતા સંજય ખાન છેલ્લા 3 વર્ષથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે અને તેમને લાગે છે કે ભગવાન રામના રોલ માટે ઋતિક રોશનથી વધુ ઉત્તમ કોઈ વિકલ્પ હોઈ ન શકે.

50 કરોડમાં બનવાની હતી ફિલ્મ

ફિલ્મની વાર્તા પર UKના જાણીતા લેખક ફરરૂખ ધોંડી પણ કામ કરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એ સમયે આ ફિલ્મનું અંદાજિત બજેટ લગભગ 50 કરોડ રૂપિયા રાખવામાં આવ્યું હતું, જે તે સમય પ્રમાણે ખૂબ મોટું માનવામાં આવતું હતું.

તૈયારીઓ છતાં ન બની શકી ફિલ્મ

તમામ તૈયારીઓ અને મોટી સ્ટારકાસ્ટ હોવા છતાં આ ફિલ્મ ક્યારેય શરૂ ન થઈ શકી. નિર્માતાઓએ અધિકૃત રીતે તેનું કારણ નથી જણાવ્યું, પરંતુ એ સમયે આવેલા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે નાણાકીય સમસ્યાઓ અને શરૂઆતી પ્લાનિંગમાં આવેલી અડચણોને કારણે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઠંડા કલેજરમાં જતો રહ્યો.

હવે નિતેશ તિવારી લાવી રહ્યા છે ‘રામાયણ’

હવે વર્ષો પછી નિતેશ તિવારીની ‘રામાયણ’ આ સ્વપ્નને મોટા પાયે સાકાર કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત સાઈ પલ્લવી, યશ, રવિ દુબે, અરૂણ ગોવિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, વિવેક ઓબેરોય, કુણાલ કપૂર, સની દેઓલ, કાજલ અગ્રવાલ અને અનુપમ ખેર જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મનું નિર્માણ નમિત મલ્હોત્રા અને યશ કરી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર તેનું બજેટ લગભગ 4000 કરોડ રૂપિયા છે. પહેલો ભાગ 6 નવેમ્બર 2026 ના રોજ, જ્યારે બીજો ભાગ દિવાળી 2027 ની આસપાસ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

ટોપિક્સ:GSTV NewsGujarati News