Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Kriti Sanon's New Ad Video Triggers Controversy

VIDEO: ‘બ્રા પહેરીને બેસી ગઈ...’, કૃતિ સેનનની રક્ષાબંધનની જાહેરાત જોઈ લોકો ભડક્યા, બોલ્યા- ‘ભાઈની સામે આવાં કપડાં?’

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચામાં આવી છે. આ વખતે એક નવા રક્ષાબંધન (Raksha Bandhan) આધારિત જાહેરાત વીડિયો (Advertisement)ને કારણે અભિનેત્રીને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે જાહેરાતમાં કૃતિના પહેરવેશને લઈને વાંધો ઉઠાવ્યો છે અને તેને ભારતીય પરંપરા (Indian Tradition) સાથે જોડીને સવાલો કર્યા છે.

App Store

રક્ષાબંધનના જાહેરાત વીડિયોને લઈને વિવાદ

હકીકતમાં કૃતિ સેનન એક જ્વેલરી બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળે છે. આ જાહેરાતની થીમ રક્ષાબંધન પર આધારિત છે, જેમાં કૃતિ પોતાના ઓન-સ્ક્રીન ભાઈને રાખડી બાંધતી જોવા મળે છે. જાહેરાતમાં કૃતિએ ઇન્ડો-વેસ્ટર્ન (Indo-Western) આઉટફિટ પહેર્યો છે.

તેમણે બ્રાલેટ સ્ટાઇલનો બ્લાઉઝ, શ્રગ અને ડ્રેપ સ્કર્ટ સાથે પોતાનો લુક તૈયાર કર્યો છે. કેટલાક યુઝર્સને આ પહેરવેશ રક્ષાબંધન જેવા પરંપરાગત તહેવાર (Traditional Festival) માટે યોગ્ય લાગ્યો નથી.

પૂજાની થાળી અને તિલક ન હોવા પર પણ સવાલ

માત્ર કપડાંને લઈને જ નહીં, પરંતુ જાહેરાતમાં રાખડી બાંધવાની રીતને લઈને પણ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠી રહ્યા છે. કેટલાક યુઝર્સે ધ્યાન દોર્યું કે કૃતિ પોતાના ઓન-સ્ક્રીન ભાઈને રાખડી બાંધતા પહેલાં તિલક કરતી જોવા મળતી નથી. ઉપરાંત પૂજાની થાળી (Puja Thali) પણ વીડિયોમાં દેખાતી નથી.

યુઝર્સનું કહેવું છે કે રક્ષાબંધનના પરંપરાગત ઉજવણીમાં રાખડીની સાથે તિલક અને પૂજાની થાળી જેવા રિવાજો પણ મહત્વપૂર્ણ હોય છે. આ કારણે કેટલાક લોકોએ જાહેરાતની રજૂઆત પર નારાજગી વ્યક્ત કરી છે.

સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલિંગ

જાહેરાત સામે પ્રતિક્રિયા આપતા કેટલાક યુઝર્સે કૃતિના કપડાંને લઈને કડક ટિપ્પણીઓ કરી છે. કેટલાક લોકોએ તેમના પહેરવેશને ભારતીય સંસ્કૃતિ (Indian Culture) વિરુદ્ધ ગણાવ્યો છે, જ્યારે અન્ય લોકોએ જાહેરાત બનાવનાર ટીમને પણ સવાલ કર્યા છે.

 

જોકે, દરેકની પ્રતિક્રિયા નકારાત્મક નથી. કૃતિ સેનનના ઘણા ચાહકો (Fans) અભિનેત્રીના સમર્થનમાં પણ આગળ આવ્યા છે. તેમના કહેવા મુજબ કૃતિનો ડ્રેસ અશ્લીલ કે વધુ પડતો રિવીલિંગ (Revealing) નથી અને માત્ર કપડાંના આધારે કોઈ અભિનેત્રીને જજ કરવી યોગ્ય નથી.

આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર બે અલગ-અલગ મત જોવા મળી રહ્યા છે. એક તરફ કેટલાક લોકો રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારમાં પરંપરાગત રજૂઆતની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યારે બીજી તરફ કૃતિના ચાહકો આધુનિક ફેશન (Modern Fashion)ને સ્વીકારવાની વાત કરી રહ્યા છે. હવે આ જાહેરાતને લઈને ચાલી રહેલી ચર્ચા આગામી દિવસોમાં વધુ વેગ પકડે છે કે નહીં તે જોવાનું રહેશે.

ટોપિક્સ:kriti sanonrakhshanda 2026giva