Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Know about Arijit Singh's career struggle and net worth

Arijit Singh Birthday / એક સમયે સિંગિંગ રિયાલિટી શોમાંથી બહાર થઈ ગયો હતો અરિજીત સિંહ, આજે છે કરોડોની સંપત્તિનો માલિક

Timeછેલ્લું અપડેટ : 25 Apr 2024
લાઇવ ટીવીGoogle News
Arijit Singh Birthday / એક સમયે સિંગિંગ રિયાલિટી શોમાંથી બહાર થઈ ગયો હતો અરિજીત સિંહ, આજે છે કરોડોની સંપત્તિનો માલિક

અરિજીત સિંહ આ નામ સાંભળીને તમારા મનમાં એક મધુર અવાજ આવે છે જે દરેકના હૃદયને સ્પર્શી ગયો છે. ‘કેસરિયા’, ‘ચન્ના મેરેયા’, ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘તુમ હી હો’ જેવા અનેક ગીતો ગાનાર અરિજીત સિંહ 25મી એપ્રિલે એટલે કે આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અત્યારના સમયમાં બોલિવૂડના સૌથી સફળ ગાયકોમાં જો કોઈનું નામ આવે છે તો તે છે અરિજીત સિંહ, તેણે ઘણો સંઘર્ષ કર્યા બાદ આ સ્થાન હાંસલ કર્યું છે. બોલિવૂડનો સુપરસ્ટાર સિંગર અરિજીત સિંહ પોતાનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે પોતાના ગીતોનો જાદુ આખી દુનિયામાં ફેલાવ્યો છે. અરિજીત સિંહ આજે બોલિવૂડના સૌથી મોટા ગાયકોની યાદીમાં ટોપ પર છે, આવી સ્થિતિમાં અમે તમને તેના જીવનની કેટલીક રસપ્રદ વાત જણાવીશું.

App Store

સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં નસીબ અજમાવ્યું

1987માં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના જિયાગંજમાં જન્મેલ અરિજીત સિંહ બાળપણથી જ સંગીતનો શોખીન છે. સિંગરના પિતા કક્કર સિંહ શીખ હતા, તો માતા અદિતિ બંગાળી હતા. અરિજીતે નાનપણથી જ સંગીતને પોતાનું બનાવી લીધું હતું અને તેના ક્લાસ લેવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે માત્ર 18 વર્ષનો હતો, ત્યારે તેણે 2005માં સૌપ્રથમ સિંગિંગ રિયાલિટી શો ‘ફેમ ગુરુકુલ’માં પોતાનું નસીબ અજમાવ્યું હતું, જ્યાં તેણે પોતાનો અવાજ લોકો સમક્ષ રજૂ કર્યો હતો.

અરિજીત ‘ફેમ ગુરુકુલ’ શોમાંથી બહાર થઈ ગયો હતો

આજે કરોડો દિલો પર રાજ કરનાર અરિજીત માટે સફળતાનો રસ્તો કાંટાથી ભરેલો હતો. આ શોમાં જજને અરિજીતનો અવાજ પસંદ આવ્યો હતો અને કેકે અને શંકર મહાદેવને પણ તેને પસંદ કર્યો હતો. પરંતુ ઓછા વોટને કારણે તેને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અરિજીત છઠ્ઠા સ્થાને પહોંચ્યા બાદ શોમાંથી બહાર થઈ ગયો હતો.

2010માં અરિજીત સિંહને મ્યુઝિક વીડિયો ‘તોસે નૈના’ માં કામ કરવાની તક મળી હતી. આ ગીતમાં અરિજીતનો અવાજ લોકોને પસંદ આવ્યો, ત્યારબાદ અરિજીતનો બીજો મ્યુઝિક વીડિયો ‘કભી જો બાદલ બરસે’ સુપરહિટ થયો હતો. આ પછી અરિજીત સિંહે 2011માં આવેલી ફિલ્મ ‘મર્ડર 2’થી સિંગર તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ ‘આશિકી 2’એ તેને સ્ટાર બનાવી દીધો હતો. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી અને આજ સુધી સફળતાની ગાથાઓ લખવાનું ચાલુ રાખ્યું છે.

કરોડોની સંપત્તિના માલિક

અરિજીત સિંહને પ્લેબેક સિંગિંગનો કિંગ પણ કહેવામાં આવે છે અને તે લગભગ દરેક ફિલ્મમાં પોતાનો મધુર અવાજ આપે છે. જો તેની ફિ વિશે વાત કરીએ તો તે લાઈવ કોન્સર્ટ માટે 1.5 કરોડ રૂપિયા લે છે. જ્યારે એક ફિલ્મી ગીત માટે તે 8થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે. અરિજીતની નેટવર્થની વાત કરીએ તો તેની નેટવર્થ 7 મિલિયન ડોલરથી વધુ છે. એટલે કે અરિજીત 55 કરોડની પ્રોપર્ટીનો માલિક છે. અરિજીત નવી મુંબઈના પ્રાઇમ એરિયામાં રહે છે. તેના ઘરની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. તેની પાસે કેટલીક લક્ઝરી કાર પણ છે જેમાં હમર, રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝનો સમાવેશ થાય છે.