Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : 'Kan give punishment, or clean chit... Ready to give life if guilty!' Raj Kundra's outrage for 5 years in pornography case

VIDEO: 'કાં સજા આપો, કાં ક્લીન ચિટ... દોષિત હોઉં તો જીવ આપવા તૈયાર!' પોર્નોગ્રાફી કેસમાં 5 વર્ષે રાજ કુન્દ્રાનો આક્રોશ

Timeછેલ્લું અપડેટ : 17 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિઝનેસમેન રાજ કુન્દ્રાને પોતાના પોર્નોગ્રાફી કેસમાં ન્યાયની રાહ જોતા પાંચ વર્ષ વીતી ચૂક્યા છે. વર્ષ 2021માં લાગેલા આ આરોપો પર હવે રાજ કુન્દ્રાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો તે દોષિત સાબિત થશે, તો તે દરેક પરિણામ ભોગવવા અને પોતાનો જીવ આપવા માટે પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલા રાજ કુન્દ્રા પર મોબાઈલ એપ્સ દ્વારા પોર્નોગ્રાફિક કન્ટેન્ટ (અશ્લીલ વીડિયો) વહેંચવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી અને તેમણે 63 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા.

App Store

જો મેં કંઈ ખોટું કર્યું હોય તો મને સજા આપો...

રાજ કુન્દ્રાએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ઈચ્છે છે કે આ મામલો જલ્દી ઉકેલાય. તેમણે કહ્યું, 'તમામ આરોપીઓમાંથી હું એકમાત્ર એવો વ્યક્તિ છું જે કહી રહ્યો છું કે જો મેં કંઈ ખોટું કર્યું હોય તો મને સજા આપો. આ બાબતને હંમેશા માટે ખતમ કરો. પરંતુ, જો મેં કંઈ ખોટું નથી કર્યું, તો મને ક્લીન ચિટ આપો. હું છેલ્લા પાંચ વર્ષથી આ કેસ લડી રહ્યો છું. હું આજે પણ કહીશ કે જો હું દોષિત સાબિત થાઉં, તો હું મારો જીવ આપવા માટે તૈયાર છું.'

બધા બિઝનેસ બંધ થઈ ગયા

પોતાના મુશ્કેલ સમયને યાદ કરતા રાજે જણાવ્યું કે ધરપકડ બાદ તેમણે પોતાના તમામ બિઝનેસ બંધ કરી દીધા હતા. તેમણે કહ્યું, 'મારા ખરાબ સમયમાં, શિલ્પા અને મેં અમારા બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સ, મિક્સ્ડ માર્શલ આર્ટ્સ જેવા સેક્ટરમાં અમારા ઇન્વેસ્ટમેન્ટ હતા, અમે એક હોમ શોપિંગ સેન્ટર શરૂ કર્યું હતું અને મારા દીકરાના નામ પર એક ટેકનોલોજી કંપની, વિયાન ઇન્ડસ્ટ્રીઝ પણ હતી. અંદાજે 4000 લોકો આ બિઝનેસ દ્વારા પોતાની રોજીરોટી કમાતા હતા.'

'તે મારા જીવનના સૌથી ડરામણા દિવસો હતા'

આટલી મુશ્કેલીઓ છતાં, રાજ કુન્દ્રા પોતાના જીવનમાંથી જેલમાં વિતાવેલા તે 63 દિવસોને હટાવવા માંગતા નથી. તેમણે કહ્યું, 'આર્થર રોડ જેલના તે 63 દિવસ મારા જીવનના સૌથી ડરામણા દિવસો હતા. પરિસ્થિતિ એવી હતી કે મને ખબર નહોતી કે હું આગલી સવાર જોઈ શકીશ કે નહીં. તેમ છતાં હું મારા જીવનનો કોઈ પણ ભાગ બદલવા નથી માંગતો. જો મેં તે 63 દિવસ ના જોયા હોત, તો આજે હું જે રાજ કુન્દ્રા છું તે ના હોત. મને ખબર જ ના પડી હોત કે કોણ મારા પોતાના છે અને કોણ નહીં.'

વર્ષ 2009માં શિલ્પા સાથે થયા હતા લગ્ન

રાજ કુન્દ્રા એક બ્રિટિશ-ભારતીય બિઝનેસમેન છે અને વર્ષ 2009થી અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા છે. મે 2012માં શિલ્પાએ દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 2020માં સરોગસી દ્વારા તેમણે પોતાના ઘરમાં દીકરીનું સ્વાગત કર્યું હતું.