Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Jeetendra Kumar's Web Series Kota Factory 3 Trailer Release

Kota Factory 3 Trailer / નવા જ્ઞાન અને જુસ્સા સાથે આવી રહ્યા છે 'જીતુ ભૈયા', રિલીઝ થયું 'કોટા ફેક્ટરી 3'નું ટ્રેલર

Timeછેલ્લું અપડેટ : 11 Jun 2024
લાઇવ ટીવીGoogle News
Kota Factory 3 Trailer / નવા જ્ઞાન અને જુસ્સા સાથે આવી રહ્યા છે 'જીતુ ભૈયા', રિલીઝ થયું 'કોટા ફેક્ટરી 3'નું ટ્રેલર

JEE અને NEET દેશની સૌથી મુશ્કેલ તૈયારીઓમાંની એક છે. લાખો બાળકો JEE અને NEETની તૈયારી કરવા કોટા (રાજસ્થાનમાં સ્થિત) જાય છે. IITમાં પ્રવેશ મેળવવા માટે, બાળકો દિવસ-રાત અભ્યાસ કરે છે, કેટલાક પાસ થાય છે અને કેટલાક ફેલ થાય છે. 'કોટા ફેક્ટરી' એ IITમાં જવાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પર આધારિત વેબ સિરીઝ છે.

App Store

વર્ષ 2019માં આવેલી 'કોટા ફેક્ટરી'ની પ્રથમ સિઝન જબરદસ્ત હિટ રહી હતી. દર્શકોએ પોતાની જાતને સિરીઝ સાથે જોડી દીધી હતી. પછી બીજી સિઝનમાં પણ આવું જ થયું હતું. હવે લોકોમાં ત્રીજી સિઝનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા 'કોટા ફેક્ટરી 3'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. હવે ટ્રેલર પણ આવી ગયું છે.

કોટા ફેક્ટી 3નું ટ્રેલર રિલીઝ થયું

'કોટા ફેક્ટરી'ની ત્રીજી સીઝનમાં, 'જીતુ ભૈયા' (જીતેન્દ્ર કુમાર) માત્ર JEEની પસંદગી જ નહીં પરંતુ તૈયારીની પણ ઉજવણી કરશે. 'તૈયારી હી જીત હૈ...' થી શરૂ થતું ટ્રેલર લોકોના મનને ઉત્સાહથી ભરી દેવા માટે પૂરતું છે. જીતુ કોટાનો બેસ્ટ ટીચર છે, જે વિદ્યાર્થીઓમાં 'જીતુ ભૈયા' તરીકે પ્રખ્યાત છે.

જીતુ સર નહીં સંભાળી શકે જવાબદારી

જ્યારે તેને પૂછવામાં આવે છે, "જીતુ ભૈયા શા માટે? જીતુ સર કેમ નહીં?" ત્યારે જીતુ કોટા આવતા વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ વિશે જણાવે છે. તે કહે છે કે, "તે માત્ર JEEના ઉમેદવાર નથી, પરંતુ તે 15-16 વર્ષનો બાળક છે. તેમનામાં ઘણી ઇનસિક્યોરીટી છે. શિક્ષક ઠપકો આપે તો ખરાબ લાગે છે. જો કોઈ મિત્ર કંઈક કહે, તો તેમને ખરાબ લાગે છે. આ બાળકો દરેક બાબતને ગંભીરતાથી લે છે." તેણે કહ્યું કે, "તેમની જવાબદારી લેવી એ એક મોટી વાત છે જે 'જીતુ સર' નહીં સંભાળી શકે."

જીતુ ભૈયા ફિલોસોફી પર અટક્યા

ટ્રેલરમાં જોઈ શકાય છે કે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને લઈને વિદ્યાર્થીઓમાં ગુસ્સો, DPP (ડેઈલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ) ન કરવાની સમસ્યા, ટેસ્ટ સિરીઝનું ટેન્શન, રેન્કનું દબાણ..., કોટા ફેક્ટરી બની ગઈ છે. દરેક ફેક્ટરીમાં રેસ છે. દરેક વ્યક્તિને રેન્કથી મતલબ છે, પરંતુ આ જીતુ ભૈયાની ફિલોસોફી નથી. તેને વિદ્યાર્થીઓથી મતલબ છે, રેન્કથી નહીં. ટ્રેલરના અંતે એક વાક્ય છે, "સપનું નહીં ધ્યેય બોલો. સપનું જોવામાં આવે છે અને ધ્યેયને હાંસલ કરવામાં આવે છે." આ સિરીઝ 20 જૂનના રોજ Netflix પર રિલીઝ થશે.