રાહુલ મોદી સાથેના સંબંધોને જાહેર કરશે શ્રદ્ધા કપૂર, અટકળો શરૂ

શ્રદ્ધા કપૂરના જીવનમાં રાહુલ મોદી નામના પુરુષની એન્ટ્રી થઇ ચુકી છે. આ પ્રેમી યુગલ વારંવાર જાહેરમાં તેમજ ઇવેન્ટોમાં સાથે જોવા મળે છે. હવે તેમને લગતું અપડેટ છે કે, શ્રદ્ધા
કપૂર પોતાના અઁગત સંબંધને જાહેર કરવાની તૈયારી કરી રહી છે.સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, શ્રદ્ધા કપૂર અને રાહુલ મોદી પોતાના સંબંધોને ઓફિશિયલકરવા પૂરી રીતે
તૈયાર છે. વાત તો એવી પણ છે કે, શ્રદ્ધાના રાહુલ મોદી સાથેના સંબંધથી શ્રદ્ધાના પરિવારો પણ ખુશ છે અને તેમણે તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જામનગરમાં યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઇવેન્ટમાં બન્ને સાથે જોવા મળ્યા હતા. જ્યાં તેમને ઘણું અટેન્શન અને પ્રેમ મળ્યો
હતો. રિપોર્ટથી જાણવા મળે ખે, બન્ને પોતાના સંબંધને લઇને ગંભીર છે અને હવે તેમણે પોતાની લાગણીઓને નહીં છુપાવાનો નિર્ણય લીધો છે.

