શું પરિણીતિ પ્રેગનેન્ટ છે? અભિનેત્રીએ પ્રેગનેન્સીનો દાવો કરતા અહેવાલો પર આપ્યું આ રિએક્શન

તાજેતરમાં પરિણીતિ 'ચમકીલા' ફિલ્મના પ્રમોશનમાં લૂઝ ડ્રેસમાં દેખાતાં તે પ્રેગનન્ટ હોવાની અફવા ફેલાઈ હતી. આવી અફવાથી પરિણિતી ભારે નારાજ થઈ ગઈ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પરિણિતીએ જણાવ્યું હતું કે કોઈ મહિલા કફ્તાન કે ઓવરસાઈઝ્ડ શર્ટ કે પછી સ્હેજ લૂઝ ઈન્ડિયન કુર્તી પહેરે એટલે તે પ્રેગનન્ટ હોય તેવું માની લેવાની જરુર નથી. મહિલાઓ પોતાના કમ્ફર્ટ પ્રમાણે વસ્ત્રો પસંદ કરી હોય છે.

આ પ્રમોશનમાં પરિણીતિ ઓવરસાઈઝ્ડ ડ્રેસમાં જણાઈ હતી. તે પરથી તે બેબી બમ્પ છૂપાવવા પ્રયાસ કરી રહી છે તેવો દાવો કરતા અહેવાલો વહેતા થયા હતા. આ અહેવાલોને પરિણિતીએ ફગાવી દીધા છે.
પરિણિતીની ટીમના સૂત્રોએ પણ કહ્યું હતું કે પરિણિતી કે રાઘવ હાલ બેબી પ્લાન નથી કરી રહ્યાં. પરિણિતી હાલ 'ચમકીલા ' ફિલ્મના પ્રમોશન માટે પુષ્કળ પ્રવાસ કરવાની છે. બીજ ીતરફ રાઘવ ચઢ્ઢા પણ લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.

