Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Govinda-Sunita put a stop to divorce rumors celebrated Ganesh Chaturthi together

ગોવિંદા-સુનીતાના છુટાછેડાની અફવાઓ પર બ્રેક, એક સાથે ગણેશ ચતુર્થીની કરી ઉજવણી

Timeછેલ્લું અપડેટ : 27 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર બોલીવુડ એક્ટર ગોવિંદા અને સુનીતા આહુજા ફરી એક સાથે જોવા મળ્યા છે. છુટાછેડાના સમાચાર વચ્ચે કપલે એક સાથે ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું અને સાથે મળીને પાપારાજીને મીઠાઇ વહેંચી હતી. આટલું જ નહીં, બન્નેએ સાથે પોઝ પણ આપ્યા હતા.

App Store

ગોવિંદા-સુનીતાના છુટાછેડાના સમાચાર પર બ્રેક

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે સુનીતા આહુજાએ ગોવિંદા પર ચીટિંગનો આરોપ લગાવતા છૂટાછેડા માટે અરજી કરી હતી પરંતુ હવે ગણેશ ચતુર્થીના પ્રસંગે સુનીતા અને ગોવિંદા એક સાથે જોવા મળ્યા છે.ગોવિંદા અને સુનીતાએ એક સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી અને બન્નેએ મળીને ગણપતિ બાપાનું સ્વાગત કર્યું હતું.

કપલે ખાસ પ્રસંગે પાપારાજીને મીઠાઇ પણ વહેંચી હતી. તસવીરોમાં બન્નેના ચહેરા પર તહેવારની ખુશી જોવા મળતી હતી.