Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Global icon Rihanna makes surprise entry in Mumbai, RiRi comes to India once again after Anant Ambani's wedding

VIDEO: ગ્લોબલ આઈકોન Rihannaની મુંબઈમાં સરપ્રાઈઝ એન્ટ્રી, અનંત અંબાણીના લગ્ન બાદ ફરી એકવાર ભારત આવી RiRi

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પોપ સિંગર અને ગ્લોબલ આઈકોન રિહાન્ના ગુરુવારે મોડી રાત્રે અચાનક મુંબઈ પહોંચી છે. એક તરફ જ્યાં તેના ફેન્સ આનાથી અત્યંત ખુશ છે, ત્યારે દરેકના મનમાં સવાલ છે કે આખરે તે ભારત કેમ આવી છે? તેનો જવાબ મળી ગયો છે. 

App Store

ગ્લોબલ પોપ સેન્સેશન અને 9 વખત ગ્રેમી એવોર્ડ જીતી ચૂકેલી રિહાન્ના ગુરુવારે રાત્રે અચાનક ભારત આવી છે. મુંબઈ એરપોર્ટ પર મોડી રાત્રે લગભગ 10:30 વાગ્યે તેને જોવામાં આવી હતી. બાર્બાડોસની આ સિંગર અગાઉ 2024માં અનંત અંબાણીના લગ્ન પ્રસંગે ભારત આવી હતી. એક તરફ મુંબઈમાં લેન્ડ થતાની સાથે જ તેના ચહેરા પર ભારે ખુશી જોવા મળી હતી, તો બીજી તરફ સ્થળ પર હાજર પેપરાઝીનો ઉત્સાહ પણ જોવા જેવો હતો. તેમણે 'RiRi, RiRi' ના નારા સાથે સિંગરનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ સોશિયલ મીડિયા પર રિહાન્નાના ફોટા અને વીડિયો પણ વાયરલ થવા લાગ્યા છે. ફેન્સ તેના ભારત આવવાથી જેટલા ખુશ છે, એટલી જ જિજ્ઞાસા એ વાતની પણ છે કે તે આવી રીતે અચાનક ભારત કેમ આવી છે? જો તમે પણ આ જ વિચારી રહ્યા હોવ, તો તમારા સવાલનો જવાબ અમારી પાસે છે.

મુંબઈ એરપોર્ટ પરથી મોડી રાત્રે બહાર નીકળતી વખતે રિહાન્નાએ પેપરાઝી તરફ હાથ હલાવીને અભિવાદન કર્યું હતું અને 'ફ્લાઈંગ કિસ' પણ આપી હતી. સિંગર છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વાદળી રંગના કપડાં અને આંખો પર મોટા ચશ્મા પહેરેલી જોવા મળી હતી. જાણવા મળ્યું છે કે તે પ્રાઈવેટ જેટ દ્વારા મુંબઈ આવી છે.

ફેન્સ લગાવી રહ્યા છે અટકળો, શું કોઈના લગ્ન થવાના છે?

ગ્લોબલ સ્ટાર રિહાન્ના એવા સમયે ભારત આવી છે જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બર 2025માં તેણે તેના ત્રીજા બાળકનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પર રિહાન્નાના ઈન્ડિયા ટુરને લઈને અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. એક ફેને લખ્યું, 'રિહાન્ના ભારતમાં છે. આ વખતે ફરી કોના લગ્ન થવાના છે?' બીજા એક યુઝરે લખ્યું, 'તે બે વર્ષ પછી અચાનક ભારત આવી છે, ચોક્કસ કંઈક એવું થવાનું છે જે મજેદાર હશે.' એક ત્રીજા ફેને સિંગરને ટેગ કરતા લખ્યું, 'રિહાન્ના, તમે ભારતમાં કેમ છો????????? 

ટોપિક્સ:rihannarihanna mumbaigstv news