મુંબઈ: ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈની તબિયત બગડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈને મુંબઈની લીલાવતી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઘાઈને શ્વાસની તકલીફ, નબળાઈ, વારંવાર ચક્કર આવવા, યાદશક્તિમાં ઘટાડો અને બોલવામાં તકલીફ થવાથી બુધવારે સાંજે હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, ઘાઈના પ્રતિનિધિએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતાને નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા.
ફિલ્મ નિર્માતાને નિયમિત તપાસ માટે દાખલ કરવામાં આવ્યા
ઘાઈના પ્રતિનિધિના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે જણાવવા માંગીએ છીએ કે સુભાષ ઘાઈ બિલકુલ ઠીક છે. તેમને નિયમિત ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. તમારા બધા પ્રેમ અને ચિંતા બદલ આભાર.
આ પણ વાંચો: વિલન બનીને છવાયો આ એક્ટર, હીરો તરીકેની ફિલ્મ થઇ સાવ ફ્લોપ
'રામ લખન', 'ખલનાયક', 'પરદેશ', 'તાલ'નું દિર્ગદર્શન કર્યું
79 વર્ષીય દિગ્દર્શકે 'કર્મ ચાઈલ્ડ' નામની તેમની આત્મકથા લોન્ચ કરી છે. સુભાષ ઘાઈએ 'રામ લખન', 'ખલનાયક', 'પરદેશ', 'તાલ' જેવી ઘણી જાણીતી ફિલ્મો આપી છે.
અનેક પુરસ્કારોથી સન્માનિત
આ સિવાય સુભાષ ઘાઈએ 'કાલીચરણ', 'કર્જ', 'સૌદાગર', 'હીરો', 'વિધાતા', 'મેરી જંગ', 'કર્મ' જેવી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેણે છેલ્લે 2014માં ફિલ્મ 'કાંચી' ડિરેક્ટ કરી હતી. સુભાષ ઘાઈને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

