Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Fake calls are being made to people in the name of Rajshri Productions, Sooraj Barjatya warns

રાજશ્રી પ્રોડક્શનના નામે લોકોને કરવામાં આવી રહ્યા છે ફેક કોલ, સૂરજ બડજાત્યાએ કર્યું એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2024
લાઇવ ટીવીGoogle News
રાજશ્રી પ્રોડક્શનના નામે લોકોને કરવામાં આવી રહ્યા છે ફેક કોલ, સૂરજ બડજાત્યાએ કર્યું એલર્ટ

“મૈંને પ્યાર કિયા”, “હમ આપકે હૈ કૌન” અને “પ્રેમ રતન ધન પાયો” જેવી ફિલ્મો બનાવનાર સૂરજ બડજાત્યાના નામ પર છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફિલ્મ નિર્માતાએ પોતે આ અંગે ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કર્યું છે. સૂરજ બડજાત્યાની કંપની રાજશ્રી પ્રોડક્શને જણાવ્યું કે, કેટલાક લોકો તેમના નામનો ઉપયોગ કરીને લોકોને નકલી કાસ્ટિંગ કોલ કરી રહ્યા છે. એટલું જ નહીં, તે તેના નામ પર ઇચ્છિત રકમની પણ માગ કરી રહ્યા છે. ડિરેક્ટરે આ મામલે બધાને એલર્ટ કરી દીધા છે.

App Store

આ અંગે સૂરજ બડજાત્યાએ એક નિવેદન જાહેર કર્યું છે. તેણે કહ્યું કે, અમારી પ્રોડક્શન હાઉસે ક્યારેય કલાકારો પાસેથી પૈસા માગ્યા નથી અને ક્યારેય માગશે નહીં. પ્રોડક્શન કંપનીએ ગુરુવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચેતવણીની સૂચના પણ જારી કરી છે. તેમણે નોટમાં લખ્યું કે, "અમે તમને જણાવવા માગીએ છીએ કે રાજશ્રી પ્રોડક્શન્સ લિમિટેડની ટીવી અને OTT વિંગ માટે કાસ્ટિંગ ડિરેક્ટર હોવાનો દાવો કરનારા લોકો જૂઠા છે. નોંધ લેવી કે, માત્ર રાખી લુથરા અને વેલેન્ટિના ચોપરા જ રાજશ્રી પ્રોડક્શન્સ લિમિટેડના ટીવી અને OTT વિંગ માટે ઓફિશિયલ કાસ્ટિંગ ડિરેક્ટર છે."

સૂરજ બડજાત્યાએ એક નિવેદન બહાર પાડ્યું

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "રાજશ્રીએ ક્યારેય કલાકારો પાસેથી કોઈ પૈસા માગ્યા નથી અને તે ક્યારેય માગશે નહીં. ચુકવણી માટેની આવી કોઈપણ વિનંતીને છેતરપિંડી ગણવી જોઈએ."

લોકોને સજાગ કર્યા

તેમણે કહ્યું, "રાજશ્રી પ્રોડક્શન્સ લિમિટેડ આવા વ્યક્તિઓ સાથે કોઈપણ વ્યવહાર અથવા ક્રિયાપ્રતિક્રિયા માટે જવાબદાર રહેશે નહીં. ટીવી અને OTT પ્રોજેક્ટના કાસ્ટિંગ સંબંધિત ઓફિશિયલ માહિતી માટે કૃપા કરીને કેપ્શનમાં ટેગ કરેલા અમારા ઓફિશિયલ એકાઉન્ટને ફોલો કરો. તમારું ધ્યાન અને સતર્કતા બદલ આભાર. "

યાદગાર ફિલ્મો

તારાચંદ બડજાત્યાએ 77 વર્ષ પહેલા રાજશ્રી પ્રોડક્શનની સ્થાપના કરી હતી. રાજશ્રી પ્રોડક્શન્સના બેનર હેઠળ “દોસ્તી”, “સૂરજ”, “ચિચોર”, “દુલ્હન વહી જો પિયા મન ભાયે”, “નદિયા કે પાર”, “સારંશ”, “મૈંને પ્યાર કિયા”, “હમ આપકે હૈ કૌન”, “હમ સાથ સાથ હૈ”, “વિવાહ”, “પ્રેમ રતન ધન પાયો” જેવી ફિલ્મો બની છે.

કંપનીએ ટીવી સિરિયલો પણ બનાવી

ફિલ્મો ઉપરાંત, રાજશ્રી પ્રોડક્શન્સે ઘણા સફળ ટીવી શો પણ બનાવ્યા. જેમાં "વો રહને વાલી મહલોં કી", "યહાં મેં ઘર ઘર ખેલી" અને "પ્યાર કા દર્દ હૈ મીઠા-મીઠા પ્યારા-પ્યારા" જેવા સફળ શોનો સમાવેશ થાય છે.