Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Ex-Girlfriend Special Advice To Salman Khan, Know What She Said About Bishnoi Temple?

VIDEO: લોરેન્સ બિશ્નોઈ વિવાદ વચ્ચે મોટું નિવેદન: એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાનને ખાસ સલાહ, જાણો બિશ્નોઈ મંદિર વિશે શું કહ્યું?

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બોલિવૂડના ‘દબંગ’ એક્ટર સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત મળી રહેલી જાનથી મારી નાખવાની ધમકીઓ અને સુરક્ષા ચિંતાઓ વચ્ચે તેની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. સલમાન સાથે ભૂતકાળમાં લાંબા રિલેશનશિપમાં રહેલી અને ઐશ્વર્યા રાયના આવ્યા બાદ અલગ થયેલી સોમી અલીએ દાવો કર્યો છે કે તેણે સલમાનને તેમના પર્સનલ નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલીને બિશ્નોઈ સમાજના મંદિરે જઈને માફી માગવાની સલાહ આપી હતી.

App Store

ખાસ મેસેજ દ્વારા આપી સલાહ

સોમીએ આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જો તેઓ સલમાન ખાન સામસામે બેસીને વાત કરે તો શું કહેશે? ત્યારે સોમીએ ખુલાસો કર્યો હતો કે તે અગાઉથી જ સલમાનનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી ચૂકી છે. સોમી અલીએ દાવો કર્યો,

"મેં સલમાનને ટેક્સ્ટ કર્યો હતો. મારી પાસે તેનો એક પ્રાઇવેટ નંબર છે. મેં તેને કહ્યું કે હજુ પણ સમય છે, તું બિશ્નોઈ સમાજના મંદિરે જઈને માફી માગી લે અને તે જે મહિલાઓ સાથે ખોટું કર્યું છે, તેના માટે પણ માફી માગી લે. પોતાના અહંકારને પાછળ છોડી દે."

જૂની વાતો ભૂલી મુવ-ઓન કરવા અંગે વલણ

ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે સોમીને સવાલ પૂછવામાં આવ્યો કે તું માફી માગવાની શરત કેમ મૂકી રહી છે? શું જૂની વાતો ભૂલીને, પેચ-અપ કરીને અથવા નોર્મલ વાતચીત કરીને આગળ વધી ન શકાય? અને શું સબંધીઓ વચ્ચે બધું ખતમ કરીને નવી સિરેથી દોસ્તીની શરૂઆત કરવી વધારે સારું નથી?

આ સવાલોના જવાબમાં પણ સોમી અલી પોતાની વાત પર જ કાયમ રહી હતી. તેણે સ્પષ્ટપણે કહ્યું કે સલમાન ખાને પોતાના કૃત્યો માટે માફી માગવી જ જોઈએ.

બ્રેકઅપ અને ભૂતકાળના આરોપો

ઉલ્લેખનીય છે કે 90ના દાયકામાં સલમાન ખાન અને સોમી અલી વચ્ચેનું અફેર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. જોકે, બ્રેકઅપ બાદથી જ સોમી અલી અનેક વખત સલમાન ખાન પર માનસિક અને શારીરિક શોષણના ગંભીર આરોપ પણ લગાવી ચૂકી છે.

હાલના સમયે જ્યારે સલમાન ખાન પહેલેથી જ લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકીઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે સોમી અલીના આ ટેક્સ્ટ મેસેજવાળા ખુલાસા અને માફી માગવાની સલાહે સોશિયલ મીડિયા પર ફરી એકવાર નવી ચર્ચા જગાવી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News