Video: લાઇવ શોમાં ઇન્ટરનેશનલ સિંગર એકોનનું ફેન્સે ખેંચ્યું પેન્ટ; લોકોએ કહ્યું,- 'આ હેરેસમેન્ટ છે'
આખી દુનિયામાં પોતાના અવાજનો જાદુ ફેલાવનાર હોલીવુડ સિંગર એકોન હાલમાં ભારતના પ્રવાસે છે. ગઈકાલે સાંજે એકોનનો બેંગલોરમાં કોન્સર્ટ હતો, જ્યાં તેમની સાથે કંઈક એવું બન્યું કે લોકો ગુસ્સે થઈ ગયા. એકોનનો એક વીડિયો સામે આવ્યો છે.
હોલીવુડ સિંગર એકોન હાલમાં તેમના ભારત પ્રવાસ (Akon India Tour 2025) ને લઈને ખૂબ ચર્ચામાં છે. પહેલા દિલ્હીનો શો વિવાદોમાં રહ્યો અને હવે બેંગલોરના કોન્સર્ટમાં સિંગર સાથે કંઈક એવું બન્યું કે લોકો ગુસ્સે થઈ રહ્યા છે.
દરમિયાન, 14 નવેમ્બર 2025ના રોજ એકોનનો બેંગલોરમાં કોન્સર્ટ હતો. લાઈવ પરફોર્મન્સ દરમિયાન લોકોએ સિંગરનું પેન્ટ ખેંચી લીધુ, જેના કારણે તેમના ચાહકો ગુસ્સે થઈ ગયા. સોશિયલ મીડિયા પર એકોનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એકોન ચાહકોની વચ્ચે સ્ટેજ પર ઊભા રહીને લાઈવ પરફોર્મન્સ આપી રહ્યા છે અને આ દરમિયાન તેઓ પોતાના પેન્ટને પણ સંભાળી રહ્યા છે. પરફોર્મન્સ દરમિયાન લોકોએ તેમનું પેન્ટ પકડી લીધું, જેના કારણે તે થોડુ નીચે પણ ઉતરી ગયું હતું. એકોન એક હાથે માઈક પકડીને ગીત ગાઈ રહ્યા હતા અને બીજા હાથે પોતાનું પેન્ટ સંભાળી રહ્યા હતા. આ દરમિયાન તેઓ થોડા અસહજ પણ દેખાયા, પરંતુ તેમણે ગીત ન છોડ્યું કે ન તો ગુસ્સો કર્યો.
વીડિયો જોઈને લોકો ગુસ્સે થયા
એકોનનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં જ યુઝર્સ ગુસ્સે થઈ ગયા અને તેને હેરેસમેન્ટ ગણાવવા લાગ્યા. એક યુઝરે કહ્યું, "આ ખૂબ જ દુઃખદ છે. તેઓ તેમને સ્ટેજ પર લાઈવ હેરેસ કરી રહ્યા છે. તે એક આંતરરાષ્ટ્રીય કલાકાર છે અને તેમના માટે પરફોર્મ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ તેમને હેરેસ કરી રહ્યા છે." બીજાએ કહ્યું, "આ શું છે ભાઈ? આ બિલકુલ સ્વીકાર્ય નથી." આ રીતે લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
મુંબઈમાં ક્યારે થશે એકોનનો શો?
જણાવી દઈએ કે દિલ્હીમાં આયોજિત એકોનનો કોન્સર્ટ પણ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. પરફોર્મન્સ જોનારાઓએ મેનેજમેન્ટ અને સાઉન્ડ ક્વોલિટીને ખરાબ ગણાવી હતી. દિલ્હી અને બેંગલોર બાદ 16 નવેમ્બરે એકોન મુંબઈમાં પરફોર્મ કરશે.

