Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Director discusses Akshay Kumar and Kartik Aaryan together for Bhool Bhulaiyaa 4

Bhool Bhulaiyaa 4: 'ભૂલ ભૂલૈયા 4'માં પરત ફરશે હૉરર અને કૉમેડીનું તોફાન, અક્ષય-કાર્તિકની જોવા મળશે ટક્કર?

Timeછેલ્લું અપડેટ : 04 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Bhool Bhulaiyaa 4: 'ભૂલ ભૂલૈયા 4'માં પરત ફરશે હૉરર અને કૉમેડીનું તોફાન, અક્ષય-કાર્તિકની જોવા મળશે ટક્કર?
સોર્સ : GSTV

Bhool Bhulaiyaa 4 Update: ભૂલ ભૂલૈયા ફ્રેન્ચાઇઝીની 3 ફિલ્મ આવી ગઇ છે અને ત્રણેય સુપરહિટ સાબિત થઇ છે. ફિલ્મમાં પ્રથમ પાર્ટમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો જ્યારે બીજા અને ત્રીજા પાર્ટમાં કાર્તિક આર્યન જોવા મળ્યો હતો.કાર્તિક આર્યને રૂહ બાબા બનીને દરેકને ઇમ્પ્રેસ કર્યા છે. ફિલ્મનો હવે ચોથો પાર્ટ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ખાસ વાત આ છે કે આ ચોથા પાર્ટમાં ડબલ ધમાકો થશે.મેકર્સ અક્ષય કુમાર અને કાર્તિક આર્યનને સાથે લાવવાની તૈયારી કરી રહ્યા છે. ભૂલ ભુલૈયા 4ને લઇને કેટલાક રિપોર્ટ સામે આવ્યા છે જેમાં બન્ને એક્ટરની ટક્કર જોવા મળી શકે છે. 

App Store

ભૂલ ભૂલૈયા-4માં અક્ષય કુમાર-કાર્તિક આર્યનને એક સાથે લાવવાનું મેકર્સનું પ્લાનિંગ

રિપોર્ટ્સ અનુસાર અનીસ બઝમી ભૂલ ભૂલૈયા 4માં અક્ષય કુમાર અને કાર્તિક આર્યનને સાથે લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. અક્ષય કુમાર પોતાના આઇકોનિક લુકમાં જોવા મળશે. કાર્તિક આર્યન બ્લેક લુકમાં જોવા મળશે. ફિલ્મમાં બન્નેની જોરદાર ટક્કર જોવા મળી શકે છે.અક્ષય કુમાર અને કાર્તિક આર્યનને કોઇ ફિલ્મમાં એક સાથે જોવા ફેન્સ માટે કોઇ ટ્રીટથી ઓછું નથી. આ ફિલ્મના અપડેટને લઇને ફેન્સ એક્સાઇટેડ થઇ ગયા છે.એક યૂઝર્સે લખ્યુ-આ તો ઘણું રસપ્રદ થવાનું છે. અન્ય યૂઝર્સે લખ્યુ-જો આવું થયું તો મજા આવશે.

કૉમેડી-હૉરર મામલે સુપરહિટ છે ભૂલ ભૂલૈયા ફ્રેન્ચાઇઝી

ભૂલ ભૂલૈયા ફ્રેન્ચાઇઝીની વાત કરવામાં આવે તો તેનો પ્રથમ પાર્ટ 2007માં આવ્યો હતો જેમાં અક્ષય કુમારની સાથે વિદ્યા બાલન અને શાઇની આહુજા મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. તે બાદ ભૂલ ભૂલૈયા 2 વર્ષ 2022માં રિલીઝ થઇ હતી જેમાં અક્ષય કુમારને કાર્તિક આર્યને રિપ્લેસ કર્યો હતો. ભૂલ ભૂલૈયા 2માં કાર્તિક આર્યનની સાથે કિયારા અડવાણી અને તબ્બુ લીડ રોલમાં જોવા મળ્યા હતા.

ભૂલ ભૂલૈયા 3 વર્ષ 2024માં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. ફિલ્મમાં કાર્તિક આર્યનની સાથે તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન પણ મહત્વના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મે કમાણી મામલે બોક્સ ઓફિસ પર કેટલાક રેકોર્ડ તોડ્યા હતા.