Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Diljit Dosanjh visited Mahakaleshwar temple in Ujjain

VIDEO / મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો દિલજીત દોસાંઝ, ધોતી-કુર્તા પહેરીને ભસ્મ આરતીમાં થયો સામેલ

Timeછેલ્લું અપડેટ : 10 Dec 2024
લાઇવ ટીવીGoogle News

દિલજીત દોસાંઝ હાલ દિલ-લુમિનાટી ઈન્ડિયા ટૂર 2024ના કારણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. જયપુર, બેંગલુરુ, દિલ્હી, મુંબઈ બાદ દિલજીતે તાજેતરમાં ઈન્દોરમાં પોતાનો કોન્સર્ટ કર્યો હતો, ત્યારબાદ તે મંગળવારે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પહોંચ્યો હતો, જ્યાં તેણે મહાકાલની ભસ્મ આરતીમાં પણ ભાગ લીધો હતો. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

App Store

આ પણ વાંચો: રણબીર-આલિયા,કરીના-સૈફઅલી, કરિશ્મા કપૂર PM મોદીને મળવા થયા રવાના, જાણો કેમ?

ભોલેનાથની ભક્તિમાં તલ્લીન દિલજીત

વાયરલ વીડિયોમાં દિલજીત સફેદ ધોતી-કુર્તા અને માથા પર પાઘડી પહેરેલો જોવા મળે છે. ગર્ભગૃહની બહાર બેસીને તે ભોલેનાથની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

સિંગરે તેના ફેન્સ માટે તેની મંદિરની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું, 'જય શ્રી મહાકાલ' છે.

દિલજીતે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે 

દિલજીત દોસાંઝે ઘણી હિન્દી અને પંજાબી ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેમની લોકપ્રિય હિન્દી ફિલ્મો 'ઉડતા પંજાબ', 'સૂરમા' 'ચમકીલા' છે, જ્યારે પંજાબી ફિલ્મોમાં 'જટ્ટ એન્ડ જુલિયટ', 'પંજાબ 1984', 'સરદાર જી', 'સુપર સિંહ' અને 'અંબરસરિયા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે.