'તારક મહેતા' છોડવા મામલે 'જેઠાલાલ'નો ખુલાસો, અસિત મોદી સાથે ઝઘડાની શું છે હકીકત?

ટીવીના મોસ્ટ પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ચર્ચામાં છે. જેઠાલાલનો રોલ કરતા એક્ટર દિલીપ જોશી અને પ્રોડ્યૂસર અસિત કુમાર મોદી વચ્ચે ઝઘડો થયો હોવાની વાત વહેતી થઇ હતી. જોકે, હવે આ ઘટનાને લઇને દિલીપ જોશીએ ખુલાસો કર્યો છે અને આ ઘટનાનું સત્ય જણાવ્યું છે.
તારક મહેતા છોડવાની વાત પર દિલીપ જોશીએ શું કહ્યું?
દિલીપ જોશીએ જણાવ્યું- 'જે વસ્તુ મીડિયામાં ચાલી રહી છે તેના પર હું ક્લેરિટી આપવા માંગુ છું. આ તમામ અફવા છે. મારી અને અસિત ભાઇ વચ્ચે કોઇ વસ્તુ થઇ નથી, તમામ ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે. આ વસ્તુ જોઇને મને દુ:ખ થઇ રહ્યું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એક એવો શો છે જે મારા માટે ઘણો મહત્ત્વનો છે અને લાખો ફેન્સ તેને પસંદ કરે છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ ખોટા સમાચાર ફેલાવે છે તો શોના સાચા દર્શકોને આ વાતથી ઘણુ દુ:ખ થાય છે.'
નેગેટિવિટી જોઇને મારૂ દિલ તૂટી ગયું- દિલીપ જોશી
દિલીપ જોશીએ વધુમાં કહ્યું કે, 'આટલા વર્ષોથી શોમાં જે વસ્તુ બતાવવામાં આવી રહી છે તેના પર આ વાતોએ પાણી ફેરવી દીધુ છે. આટલી નેગેટિવિટી જોઇને મારૂ દિલ દુખી રહ્યું છે. જ્યારે પણ કોઇ અફવા સામે આવે છે એવું લાગે છે કે અમારે આગળ આવીને ખોટી વસ્તુ વિશે વારંવાર એક્સપ્લેન કરવું પડી રહ્યું છે, જેમાં કોઇ સત્ય નથી. આ થકવનારૂં અને ફ્રસ્ટેટિંગ છે, કારણ કે આ માત્ર અમારી વાત નથી પણ અમને પસંદ કરનારા ફેન્સ, શોને પ્રેમ કરનાર લોકોની પણ વાત છે.આ બધુ વાંચીને અપસેટ છું.'
હું ક્યાય જવાનો નથી- દિલીપ જોશી
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલનો રોલ કરતા દિલીપ જોશીએ કહ્યું, 'આ પહેલા મારા શો છોડવાને લઇને પણ વાતો થતી હતી જે ખોટી હતી. દર અઠવાડિયે આ બધુ થઇ રહ્યું છે. હવે અસિત ભાઇની રેપ્યુટેશનને ખરાબ કરવા માટે નવી વાર્તા ગઢવામાં આવી રહી છે. વારંવાર આ વાતો જોઇને દુખ થઇ રહ્યું છે. મને તો લાગી રહ્યું છે કે કેટલાક લોકો શોની સક્સેસ સહી નથી શકતા માટે આ બધુ ફેલાવી રહ્યાં છે. હું નથી જાણતો કે આ સમાચાર ફેલાવવા પાછળ કોણ છે? પણ હુ એક વાત ક્લિયર કહેવા માંગુ છું કે હું અહીં જ છું. દરરોજ મહેનત કરી રહ્યો છું અને તે પણ એટલા પ્રેમ પેશન સાથે જ. હું ક્યાય જવાનો નથી. હું ઘણા વર્ષોથી આ જર્નીનો ભાગ છું અને રહીશ.'
આ પણ વાંચો: VIDEO: દિલજીતે કોન્સર્ટમાં કહ્યું, 'ગુજરાત ડ્રાય સ્ટેટ', લોકોએ બૂમો પાડી- 'બધુ વેચાય છે...'
ફેક ન્યૂઝને લઇને પણ દિલીપ જોશીએ આપી સલાહ
દિલીપ જોશીએ ફેક ન્યૂઝને લઇને સલાહ આપતા કહ્યું કે, "આ શોને બેસ્ટ બનાવવા માટે આપણે બધા એક સાથે ઉભા છીએ. હું આશા કરૂં છું કે મીડિયા એક મોમેન્ટ લે અને આ વસ્તુને વેરિફાઇ કરે, ફેક્ટ્સ ચેક કરીને જ તેને પ્રિન્ટ કરે. આપણે પોઝિટિવિટી ફેલાવવામાં અને ખુશી વહેંચવામાં ફોકસ કરવો જોઇએ જે શો કરતો આવ્યો છે. ફેન્સનો આભાર, જે આ શોને સતત સપોર્ટ કરી રહ્યાં છે અમારા માટે આ ઘણી મોટી વાત છે." મહત્ત્વપૂર્ણ છે કે દિલીપ જોશી છેલ્લા 16 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોનો ભાગ છે.

