Dhurandhar Movie Trailer: 'બ્લીડ ઈન્ડિયા વિથ થાઉઝન્ડ કટ્સ' ISIનાં આતંકવાદી બન્યા અર્જુન રામપાલ, રણવીરસિંઘ-માધવન નિભાવશે આ જોરદાર પાત્ર

રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર’નું ટ્રેલર આજે મંગળવારે રિલીઝ થઈ ગયું છે. આમાં રણવીર ઉપરાંત અક્ષય ખન્ના, આર. માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા ધુરંધર પણ મહત્વની ભૂમિકાઓમાં છે.
અભિનેતા રણવીર સિંહ આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ખૂબ ચર્ચામાં છે. આદિત્ય ધરના દિગ્દર્શનમાં બનેલી ‘ધુરંધર’નું ટ્રેલર તો ૧૨ નવેમ્બરે જ રિલીઝ થવાનું હતો. પરંતુ દિલ્હી બોમ્બ બ્લાસ્ટના કારણે તારીખ મોકૂફ રાખવામાં આવી હતી. દર્શકો ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને આખરે આજે તેમની રાહ પૂરી થઈ.
આઈએસઆઈ આતંકવાદી બન્યા અર્જુન રામપાલ!
ટ્રેલરના શરૂઆતના દૃશ્યોમાં અર્જુન રામપાલ જોવા મળે છે. સંવાદ સંભળાય છે, ‘૧૯૭૧ના યુદ્ધ પછી પાકિસ્તાનમાં ખૂબ ઉદાસીનો માહોલ હતો. હું છ વર્ષનો હતો. રેડિયો સાંભળતો હતો. ત્યારે જિયા ઉલ હકે એવી વાત કહી જે મારા ઝહેનમાં વસી ગઈ. બ્લીડ ઈન્ડિયા વિથ થાઉઝન્ડ કટ્સ. હું એ દેશની હાલત બગાડી દઈશ.’ અર્જુન રામપાલ ફિલ્મમાં મેજર ઇકબાલ આઈએસઆઈનું પાત્ર ભજવે છે. તેની મરજી વગછે પાકિસ્તાની રાજનીતિનું એક પણ પત્તું હલતું નથી.
પાકિસ્તાનના મનસૂબાઓને નિષ્ફળ બનાવવા નીકળ્યા રણવીર-માધવન
ફિલ્મનું ટ્રેલર જિયો સ્ટુડિયોઝના યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ સાચી ઘટનાઓથી પ્રેરિત હોવાનું કહેવાય છે. ટ્રેલરમાં પછી રણવીર સિંહ અને આર. માધવનની એન્ટ્રી થાય છે, જે પાકિસ્તાનના મનસૂબાઓને નિષ્ફળ બનાવવાની રણનીતિ તૈયાર કરે છે. તેઓ ત્યાંથી આતંકવાદનો ખાત્મો કરવાની વાત કરે છે. રણવીર મિશન પર નીકળે છે. માધવન તેને કહે છે, ‘જો એ ભારત વિરુદ્ધ ઊંઘમાં પણ વિચારે તો તેના સ્વપ્નમાં પણ આપણે ભારતમાં બેઠેલા દેખાવા જોઈએ.’

