Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Deepika Padukone and Ranveer Singh trolled for naming their daughter Dua

દીકરીનું નામ દુઆ રાખવા પર ટ્રોલ થયા દીપિકા અને રણવીર, નેટીઝન્સે ઉઠાવ્યા ધર્મ પર સવાલ

Timeછેલ્લું અપડેટ : 06 Nov 2024
લાઇવ ટીવીGoogle News
દીકરીનું નામ દુઆ રાખવા પર ટ્રોલ થયા દીપિકા અને રણવીર, નેટીઝન્સે ઉઠાવ્યા ધર્મ પર સવાલ

બોલિવૂડ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સપ્ટેમ્બરમાં એક દીકરીના માતા-પિતા બન્યા છે. થોડા દિવસો પહેલા જ દિવાળીના અવસર પર કપલે તેમની દીકરીનું નામ જાહેર કર્યું હતું. દીપિકા-રણવીરે તેમની લાડકીનું નામ દુઆ પાદુકોણ સિંહ રાખ્યું છે. નેટીઝન્સ કપલને તેમની પુત્રીનું નામ દુઆ રાખવા પર ટ્રોલ કરી રહ્યા છે.

App Store

આ પણ વાંચોઃ- રોહિત શેટ્ટીની એક ભૂલને કારણે 'સિંઘમ અગેઇન'ને થયું 100 કરોડનું નુકસાન

દિવાળીના અવસર પર, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે એક પોસ્ટ કરી જેમાં તેઓએ ફેન્સને તેમની લાડકીની એક ઝલક પણ બતાવી હતી. દીકરીના પગનો ફોટો શેર કરતી વખતે તેણે દીકરીનું નામ અને તેનો અર્થ જણાવ્યો. કપલે કેપ્શનમાં લખ્યું- 'દુઆ પાદુકોણ સિંહ. દુઆ જેનો અર્થ થાય છે પ્રાર્થના. કારણ કે, એ અમારી પ્રાર્થનાનો જવાબ છે. અમારું હૃદય પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરાઈ ગયું છે.

ધર્મ પર સવાલ ઉઠાવી રહ્યા છે નેટીઝન્સ

ઘણા લોકોને દીપિકા અને રણવીરની દીકરીનું નામ પસંદ નથી આવ્યું. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યુઝર્સે આ પોસ્ટ પર વિવિધ કોમેન્ટ કરીને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર યુઝર્સનો દાવો છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની દીકરીનું નામ મુસ્લિમ રાખ્યું છે. જ્યારે કપલ હિન્દુ ધર્મનું પાલન કરે છે. આવી સ્થિતિમાં લોકો તેમના ધર્મ પર સવાલો ઉઠાવી રહ્યા છે.

 

'તમે કેવા હિન્દુ છો?'

એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- 'દુઆ નહીં, પ્રાર્થના.' બીજાએ લખ્યું- 'આ અરબી અથવા મુસ્લિમ શબ્દ છે. તમે કેવા હિંદુ છો? એક વ્યક્તિએ કહ્યું- 'દુઆ? કોઈ હિંદુ નામ ન મળ્યું? દુઆ? દુઆ શા માટે? પ્રાર્થના કેમ નહીં? તમે બંને હિન્દુ છો, ભૂલી ગયા છો શું? આ સિવાય એકે કોમેન્ટ કરી - 'શું હિન્દુ નામોની કમી હતી?' એક યુઝરે કહ્યું કે, આની જગ્યાએ તો પ્રાર્થના નામ હોત તો વધુ સારું લાગતું, હિંદુ થઈને મુસ્લિમ નામ.'