Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Case against Allu Arjun

અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ: પુષ્પા-2ની સ્ક્રિનિંગ દરમિયાન મહિલાનું મોત

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ: પુષ્પા-2ની સ્ક્રિનિંગ દરમિયાન મહિલાનું મોત

ટોલિવૂડ આઈકોન સ્ટાર અલ્લુ અર્જુનની 'પુષ્પા-2' ફિલ્મનો ગઈકાલે બુધવારની રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પ્રીમિયમ શો રાખવામાં આવ્યો હતો. ત્યારે ફેન્સને મળવા માટે અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભીડ એકઠા થઈ હતી અને નાસભાગ મચી હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે નવ વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. સમગ્ર મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધમાં કેસ નોંધાયો છે. આ સાથે સંધ્યા થિયેટરના મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યો છે. 

App Store

#WATCH | Telangana: Actor Allu Arjun arrives at Sandhya theatre in Hyderabad for the premiere show of his film 'Pushpa 2: The Rule'. pic.twitter.com/Pkzra7Y1ja

શું હતી સમગ્ર ઘટના?

બુધવારની (ચોથી ડિસેમ્બર) રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુની ફિલ્મ 'પુષ્પા-2'નો પ્રીમિયર શો યોજાયો હતો. જ્યારે ચાહકોને સાંભળવા મળ્યું હતું કે અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાના છે તો મોટી સંખ્યામાં ચાહકો પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે ઊમટી પડ્યા હતા, ત્યારે દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ તેમના બે બાળકો 9 વર્ષીય તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોવા આવી હતી.

#WATCH | Telangana: Fans of actor Allu Arjun thronged the Sandhya theatre in Hyderabad ahead of the premiere show of his film 'Pushpa 2: The Rule' tonight. Police resorted to mild lathicharge to control the crowd. pic.twitter.com/jhRvfB7D3m

આ દરમિયાન ત્યાં નાસભાગ મચી જતા રેવતી અને તેમનો નવ વર્ષનો બાળક નાસભાગમાં બેભાન થયાં હતા. આ પછી પોલીસે તરજ મા-દીકરાને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમાં ડૉક્ટરે રેવતીને મૃત ઘોષિત કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવાયો છે. 

સમગ્ર મામલે અલ્લુ અર્જુન સાથે વાત કરવામાં આવી તો તેણે જણાવ્યું કે, 'હું મારા ફેન્સને ખૂબ પ્રેમ કરૂ છે.' આવું કહીને અલ્લુએ પોતાનો પક્ષ રાખ્યો હતો. જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મિડનાઈટ શોઝને ફેન્સે એન્જોય કર્યો હતો.