Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / મનોરંજન : Bollywood comedian actor Asrani passes away at the age of 84

બોલીવૂડના કોમેડિયન અભિનેતા અસરાનીનું 84 ​​વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર

Timeછેલ્લું અપડેટ : 20 Oct 2025
લાઇવ ટીવીGoogle News
બોલીવૂડના કોમેડિયન અભિનેતા અસરાનીનું 84 ​​વર્ષની વયે નિધન, લાંબા સમયથી હતા બીમાર
સોર્સ : GSTV

 દિવાળીના દિવસે બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર ગોવર્ધન અસરાનીનું અવસાન થયું છે. તેઓ ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, 20 ઓક્ટોબરના રોજ સાંજે 4 વાગ્યે તેમનું અવસાન થયું. તેઓ 84 ​​વર્ષના હતા.

App Store

અભિનેતા ફેફસાની તકલીફથી પીડાતા હતા

બોલીવુડના દિગ્ગજ અભિનેતા અને હાસ્ય કલાકાર અસરાની હવે આપણી વચ્ચે નથી. દિવાળીના દિવસે સોમવારે તેમનું અવસાન થયું. અસરાની, જેમનું પૂરું નામ ગોવર્ધન અસરાની હતું. અસરાનીને ફેફસાની તકલીફને કારણે છેલ્લા પાંચ દિવસથી આરોગ્ય નિધિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના મેનેજર બાબુભાઈ થિબાએ અસરાનીના મૃત્યુની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેઓ ઘણા દિવસોથી બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.