'તને પસ્તાવો થશે...' લગ્નના ચક્કરમાં અભિનેત્રીએ ઠુકરાવી હતી ભણસાલીની બ્લોકબસ્ટર ફિલ્મ

અંકિતા લોખંડેએ ટીવીની દુનિયામાં ખૂબ નામના મેળવી છે. અત્યારે તે 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'માં તેના રોલને લઈને ચર્ચામાં છે. તેમજ તેના વેબ શોની પણ જાહેરાત કરવામાં આવી છે. અંકિતા સંદીપ સિંહની વેબ સીરિઝ ‘આમ્રપાલી’માં જોવા મળશે. તાજેતરમાં સંદીપ સિંહે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા: રામ લીલા' વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો, જેમાં દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. સંદીપ સિંહે આ ફિલ્મ માટે અંકિતાના ઓડિશન વિશે એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો છે.
ઓડિશન સારું હોવા છતાં 'રામલીલા'માટે કેમ સિલેક્ટ ન થઈ અંકિતા
ફિલ્મ નિર્માતા સંદીપ સિંહે જણાવ્યું કે, જ્યારે સંજય લીલા ભણસાલી આ ફિલ્મ બનાવી રહ્યા હતા ત્યારે તેઓ ઓડિશન સમયે ભણસાલી પ્રોડક્શનના સીઈઓ તરીકે કામ કરતા હતા. તેણે અંકિતાના ઓડિશનની સ્ટોરી સંભળાવી અને કહ્યું કે, તેનું ઓડિશન સારું હતું, પરંતુ ભણસાલીને 'બ્લેક', 'સાવરિયા' અને 'ગુજારિશ' બાદ પોતાની ફિલ્મ માટે એક સ્ટાર ફેસ જોઈતો હતો. તે સમયે ફિલ્મનું બજેટ પણ ઘણું વધારે હતું."
અંકિતા લોખંડેએ આ ઓડિશન વિશે કહ્યું...
અંકિતાએ પણ આટલા મહાન પ્રોજેક્ટ માટે ઓડિશનની તક મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું, 'હું પોતાને ખૂબ જ નસીબદાર માનું છું કે મને આવી ફિલ્મો માટે ઓડિશન આપવાની તક મળી. હું સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની આશા રાખું છું, મને હંમેશા તેમની સાથે કામ કરવાનું ગમશે. જ્યારે તમે તેમની સામે હોવ અને તે તમને જોઈ રહ્યા હોય, ત્યારે તમારે ખબર હોવી જોઈએ કે તમે તમારા ધ્યેયની નજીક જઈ રહ્યા છો.’
ભણસાલીએ કહ્યું- 'બાજીરાવ મસ્તાની' છોડીને અફસોસ થશે
અગાઉ અંકિતાએ કહ્યું હતું કે તેણે 'હેપ્પી ન્યૂ યર', 'રામ લીલા', 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મો છોડી દીધી હતી કારણ કે જ્યારે તે સુશાંત સિંહ રાજપૂત સાથે સીરિયસ રિલેશનશિપમાં હતી ત્યારે તેણે તેની કારકિર્દી કરતાં લગ્નને પ્રાથમિકતા આપી હતી. તેણે એ પણ શેર કર્યું હતું કે ત્યારે ભણસાલીએ તેને એમ પણ કહ્યું હતું કે જો તે બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મમાં અભિનય કરવાની તક જવા દેશે તો તેને ભવિષ્યમાં તેના પર પસ્તાવો થશે. અંકિતાએ ભણસાલીને કહ્યું હતું કે, તે આ ફિલ્મ કરવા માગતી નથી કારણ કે તેણે લગ્ન કરવા છે.
આમ્રપાલીનું પાત્ર ભજવી રહી છે અંકિતા

