'નિકાલ દિયા...'અમિતાભ બચ્ચને રાત્રે 11 વાગ્યે કરેલી પોસ્ટ ચર્ચામાં, યૂઝર્સે કહ્યું- જયાજી સાથે ઝઘડો કેમ કર્યો?

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશીયલ મીડિયા પર પોતાની અનોખી સ્ટાઇલ માટે જાણીતા છે. અમિતાભ બચ્ચનની પોસ્ટ હંમેશા એવી હોય છે જે લોકોને વિચારવા પર મજબૂર કરી નાંખે છે. તાજેતરમાં જ પોસ્ટ નંબર T-5533એ ફેન્સને ફરી એક વખત ચોંકાવી દીધા છે. અમિતાભ બચ્ચને માત્ર બે શબ્દોમાં કઇક એવું લખ્યુ, જે બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેમણે જયા બચ્ચન સાથે ઝઘડો ના કરવાની સલાહ આપવાનું શરૂ કરી દીધુ.
અમિતાભ બચ્ચને શું પોસ્ટ કરી?
83 વર્ષના અમિતાભ બચ્ચને રાત્રે 11 વાગીને 6 મિનિટ પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં લખ્યુ- 'નિકાલ દિયા...' દર વખતની જેમ આ વખતે પણ બિગ બીની આ ક્રિપ્ટિક પોસ્ટે લોકોને કન્ફ્યૂઝ કરી દીધા હતા. લોકોએ પણ આ પોસ્ટ જોઇને મહાનાયકને જ્ઞાન આપવાનું શરૂ કરી દીધુ હતું.
સોશિયલ મીડિયા પર લોકોએ આપી સલાહ
સોશિયલ મીડિયા પર કેટલાક લોકેએ તેને પર્સનલ લાઇફ સાથે જોડી હતી તો કેટલાકે એમ પૂછવાનો પ્રયાસ કર્યો કે રાતના સમયે શું ઘટના બની ગઇ? એક યૂઝરે લખ્યુ, 'બિગ બી સર, રાત્રે 11 વાગ્યે શું થયું? જયાજી સાથે ઝઘડો તો નથી થયો? બધુ બરાબર છે ને? અન્ય એક યૂઝરે લખ્યુ, 'આ T-સિરીઝનું નવં ટ્વિસ્ટ છે કે ઘરેલુ ડ્રામા? એક અન્ય યૂઝર્સે કહ્યું- તમને હજુ સુધી ખબર ના પડી?જયાજી સાથે ઝઘડો કેમ કર્યો?, એકે ફિલ્મ 'સિલસિલા'ની તસવીર શેર કરી છે અને લખ્યુ છે, 'જયાજીની માફી માંગી લો, તે તમને પાછા બોલાવી લેશે.'

