પુષ્પા 2ના પ્રીમિયર પર મહિલાના મોતથી દુ:ખી થયો અલ્લૂ અર્જુન, પરિવારને 25 લાખ દાનમાં આપ્યા
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને 6 ડિસેમ્બર 2024, શુક્રવારે રાત્રે 9:30 વાગ્યે પુષ્પા 2: ધ રૂલના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગમાં મૃત્યુ પામેલા એમ રેવતીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
પુષ્પા 2 અભિનેતાએ X (અગાઉ ટ્વિટર) પર એક વિડિયો પોસ્ટ કર્યો જેમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો. આ સાથે તેમણે લખ્યું, “સંધ્યા થિયેટરમાં બનેલી દુ:ખદ ઘટનાથી ખૂબ જ દુઃખી છું. આ મુશ્કેલ સમયમાં પરિવાર પ્રત્યે મારી સંવેદના. હું તેમને ખાતરી આપવા માંગુ છું કે તેઓ આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ.
વિડિયોમાં અલ્લુ અર્જુને તેની સંવેદના વ્યક્ત કરી અને પરિવારને ખાતરી આપી કે તે 'હંમેશા તેમના માટે હાજર રહેશે'. અભિનેતાએ એ પણ શેર કર્યું કે તે પરિવારને 'સદ્ભાવના સંકેત તરીકે' 25 લાખ રૂપિયાનું દાન આપી રહ્યો છે અને તેમનો તબીબી ખર્ચ ઉઠાવશે. છેલ્લે તેમણે સિનેમાઘરોની મુલાકાત લેતી વખતે સાવચેતી રાખવા માટે મૂવી જોનારાઓને વિનંતી કરી.
શું હતી સમગ્ર ઘટના?
બુધવારની (4 ડિસેમ્બર 2024) રાત્રે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં અલ્લુની ફિલ્મ 'પુષ્પા-2'નો પ્રીમિયર શો યોજાયો હતો. જ્યારે ચાહકોને સાંભળવા મળ્યું હતું કે અલ્લુ અર્જુન સ્ક્રીનિંગમાં હાજરી આપવાના છે તો મોટી સંખ્યામાં ચાહકો પોતાના મનપસંદ અભિનેતાને જોવા માટે ઊમટી પડ્યા હતા, ત્યારે દિલસુખનગરમાં રહેતી 39 વર્ષીય રેવતી તેના પતિ તેમના બે બાળકો 9 વર્ષીય તેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટરમાં ફિલ્મ જોવા આવી હતી.
આ દરમિયાન ત્યાં નાસભાગ મચી જતા રેવતી અને તેમનો નવ વર્ષનો બાળક નાસભાગમાં બેભાન થયાં હતા. આ પછી પોલીસે તરજ મા-દીકરાને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જેમાં ડૉક્ટરે રેવતીને મૃત ઘોષિત કરી હતી. જ્યારે બાળકની હાલ વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હોસ્પિટલમાં લઈ જવાયો છે.

